Home State Gujarat 150 Years of Vande Mataram:રાષ્ટ્રભક્તિનો નાદ વંદે માતરમ હવે ‘વિકસિત ભારત’ માટે...

150 Years of Vande Mataram:રાષ્ટ્રભક્તિનો નાદ વંદે માતરમ હવે ‘વિકસિત ભારત’ માટે પ્રેરણાબળ બનશે: CM ભૂપેન્દ્ર પટેલ.

0
292
Vande Mataram
Vande Mataram

150 Years of Vande Mataram:ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી, જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વંદે માતરમ’ ગાનની રચનાના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવતો સંકલ્પ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે ગીતે આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંક્યા હતા, તે હવે ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ઊર્જા આપશે.

150 Years of Vande Mataram:અમૃતકાળનું નવું પ્રેરણાબળ

150 Years of Vande Mataram

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, “ભલે આ ગીત ગુલામીના કાલખંડમાં રચાયું હોય, પણ તેની દરેક પંક્તિમાં રહેલું ભારત માતાનું ભક્તિગાન આજે પણ એટલું જ સુસંગત છે. આ ગીત ક્યારેય અપ્રાસંગિક નહીં થાય.”

150 Years of Vande Mataram:મુખ્યમંત્રીશ્રીના સંબોધનના મહત્વના અંશો:

150 Years of Vande Mataram
  • રાષ્ટ્રચેતનાનો મંત્ર: 1875માં બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા રચાયેલું આ ગીત માત્ર શબ્દો નથી, પણ જન-જનમાં વિશ્વાસ જગાડનારો રાષ્ટ્રભક્તિનો મંત્ર છે.
  • બ્રિટિશ શાસનનો ડર: વંદે માતરમની શક્તિથી ડરીને તત્કાલીન બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગાનારાઓ પર કોરડા વીંઝ્યા હતા, છતાં આ ગીત લાખો ભારતીયોનો જયઘોષ બની રહ્યું.
  • સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ: આ ગીતમાં ભારત માતાને શક્તિ, સમૃદ્ધિ અને વિદ્યાની દેવી તરીકે પૂજવામાં આવી છે. 1950માં બંધારણ સભાએ તેને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન દરજ્જો આપીને યોગ્ય સન્માન આપ્યું હતું.
  • બહુબલ ધારિણી ભારત માતા: મુખ્યમંત્રીએ ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જ્યારે પણ દુશ્મનોએ કાંકરીચાળો કર્યો છે, ત્યારે ભારત માતાએ ‘રિપુદલ વારિણી’ બનીને જડબાતોડ જવાબ આપ્યો છે.

વડાપ્રધાનના વિઝનનું ગૌરવ

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાવ્ય પંક્તિઓને ટાંકીને કહ્યું કે, “વંદે માતરમ એ માત્ર ગાન નથી, પણ આપણી આન, બાન અને શાન છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ‘મારી માટી-મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનો દ્વારા દેશમાં સાંસ્કૃતિક ચેતના ફરીથી સુદ્રઢ થઈ છે.

ગૃહમાં સભ્યો દ્વારા ‘વંદે માતરમ’ના નારાઓના ગુંજારવ વચ્ચે આ સંકલ્પને વધાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ગીત આગામી પેઢીઓ માટે પણ રાષ્ટ્રભક્તિનું સર્વોચ્ચ માધ્યમ બની રહેશે.

આ પણ વાંચો :અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 27 PIની બદલી, લાંબા સમયથી ‘લીવ રિઝર્વ’માં રહેલા 8 અધિકારીઓને પોસ્ટિંગ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે