Home State Gujarat Murder in Ahmedabad: અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર હત્યા: 19 વર્ષીય યુવક પર તીક્ષ્ણ...

Murder in Ahmedabad: અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર હત્યા: 19 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારો ફરાર

0
328
Murder in Ahmedabad
Murder in Ahmedabad

Murder in Ahmedabad: શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગતરાત્રિએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હીરાલક્ષ્મી ફ્લેટ પાસે એક અજાણ્યા શખસે 19 વર્ષીય યુવકની નિર્મમ હત્યા નિપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Murder in Ahmedabad: બાઈક પર જઈ રહેલા યુવકને આંતર્યો

Murder in Ahmedabad

મળતી માહિતી મુજબ, બહેરામપુરામાં રહેતો હિમેશ પરમાર (19) ગતરાત્રિએ પોતાના બાઈક પર સવાર થઈને હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા શખસે તેને રસ્તામાં આંતરીને કોઈ કારણોસર તકરાર કરી હતી. વાત એટલી વણસી ગઈ હતી કે ઉશ્કેરાયેલા શખસે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે હિમેશના પેટ, હાથ અને શરીરના અન્ય ભાગો પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

Murder in Ahmedabad: હોસ્પિટલમાં દમ તોડ્યો

લોહીલુહાણ હાલતમાં હિમેશને રસ્તા પર પડેલો જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડી દીધો હતો. પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Murder in Ahmedabad

CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ

ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઝોન-6 ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે:

  • હત્યારાની ઓળખ મેળવવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
  • મૃતકના મિત્રો અને પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ છે.
  • કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

અત્યાર સુધી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ અંગત અદાવત કે ત્વરિત ઝઘડામાં આ હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો :પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક: એક જ પરિવારના 16ના મોત, તાલિબાનની વળતા પ્રહારની ચેતવણી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે