Tragedy on Highway:લગ્નની ખુશી માતમના ફેરવાઈ: ઊંઝા-મહેસાણા હાઈવે પર ઈકો ડિવાઈડર સાથે અથડાતા અમદાવાદના પરિવારના 4 સભ્યના કમકમાટીભર્યા મોત

0
113
Tragedy on Highway

Tragedy on Highway:ઉત્તર ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી લગ્નપ્રસંગ પતાવીને અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા એક માસૂમ બાળક સહિત પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

Tragedy on Highway:લગ્ન પતાવી ઘરે પહોંચે તે પહેલાં જ કાળ આંબી ગયો

Tragedy on Highway

મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ભાવનગરના વતની અને હાલ અમદાવાદમાં રહેતા કુમાવત પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. રાજસ્થાનમાં લગ્ન પતાવીને આખો પરિવાર ઇકો ગાડીમાં ખુશી-ખુશી પરત ફરી રહ્યો હતો. વહેલી સવારે જ્યારે તેમની ગાડી ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસેની ‘હોટલ કોમફી’ સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અનિયંત્રિત બનેલી ગાડી સીધી ડિવાઈડર સાથે અથડાતા જોરદાર ધડાકો થયો હતો અને ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Tragedy on Highway:ઘટનાસ્થળે જ 4ના મોત, ડ્રાઈવર ગંભીર

Tragedy on Highway

આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીમાં સવાર 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળકના પ્રાણ પંખેરુ ઘટનાસ્થળે જ ઊડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત ચાલકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

મૃતકોના નામ:

  1. રામલાલ લખાજી કુમાવત
  2. કૈલાશભાઈ રામલાલ કુમાવત
  3. કોમલ મદનલાલ કુમાવત
  4. એક માસૂમ બાળક

પોલીસની કામગીરી અને હાઈવે પર ટ્રાફિક જામ

ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લગ્નના હરખમાં પરત ફરી રહેલા પરિવાર પર કાળ ત્રાટકતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો :કપરાડાના ‘ડેથ ઝોન’ કુંભઘાટ પર કાળમુખો અકસ્માત, ઈકો કારનો કચડઘાણ નીકળતા એક જ પરિવારના 5નાં મોત