Home State Gujarat Cyber Mafia: બેચરાજી APMCનો ડાયરેક્ટર નીકળ્યો ‘સાયબર માફિયા’: 10 રાજ્યોમાં વોન્ટેડ હિરેન...

Cyber Mafia: બેચરાજી APMCનો ડાયરેક્ટર નીકળ્યો ‘સાયબર માફિયા’: 10 રાજ્યોમાં વોન્ટેડ હિરેન પટેલની સુરતથી ધરપકડ

0
409
Cyber Mafia
Cyber Mafia

Cyber Mafia: ગુજરાતમાં સાયબર ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 3 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા અને દેશભરમાં અંદાજે ₹13 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર હિરેન લક્ષ્મણભાઈ પટેલને વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

Cyber Mafia: સફેદપોશ વેપારીનો કાળો કારોબાર

Cyber Mafia

પકડાયેલ આરોપી હિરેન પટેલ સમાજમાં પ્રતિષ્ઠિત છાપ ધરાવતો હતો. તે છેલ્લા 5 વર્ષથી બેચરાજી APMCમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે અને પોતાની પેઢી પણ ચલાવે છે. દિવસે વેપાર અને સમાજસેવાની વાતો કરતો આ શખ્સ રાત્રે સાયબર માફિયાઓ સાથે મળીને કરોડોના કૌભાંડ આચરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Cyber Mafia: પત્નીના નામે ખાતું ખોલાવી ખેલ પાડ્યો

તપાસમાં ખુલાસો થયો છે કે હિરેને પોતાની પત્ની પ્રેમીલા પટેલના નામે મહેસાણા અર્બન બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં દેશભરના સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોના નાણાં જમા થતા હતા.

  • મોડસ ઓપરેન્ડી: હિરેન પોતે જ ચેક દ્વારા આ નાણાં ઉપાડી લેતો હતો.
  • પત્ની જેલમાં: આ જ ગુનામાં તેની પત્નીની 8 જાન્યુઆરીએ ધરપકડ થઈ હતી, જે હાલ પાટણની જેલમાં છે.

Cyber Mafia: 10 રાજ્યોની પોલીસ હતી પાછળ

હિરેન પટેલનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું. તેની સામે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિત 10 રાજ્યોમાં 21થી વધુ ફરિયાદો નોંધાયેલી છે.

  • એકલા મુંબઈ સાઉથ સાયબર ક્રાઈમમાં જ ₹5.88 કરોડનું ફ્રોડ નોંધાયું છે.
  • પોલીસને તેના HDFC બેંકના ખાતામાં એક જ દિવસમાં ₹5 કરોડની લેણદેણ મળી આવી છે, જે સાયબર ક્રાઈમના મોટા આંતરરાજ્ય નેટવર્ક તરફ ઈશારો કરે છે.

ચેક રિટર્ન અને ફ્રોડનો ઈતિહાસ

આરોપી માત્ર સાયબર ગુનામાં જ નહીં, પણ આર્થિક છેતરપિંડીમાં પણ માહેર છે. તેની સામે મહેસાણામાં ₹12 લાખના ચેક રિટર્ન કેસ અને સુરતમાં ₹19.91 લાખના ફ્રોડની ફરિયાદ પણ નોંધાયેલી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હવે હિરેન પટેલનો કબજો બેચરાજી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :24 ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ, ધૂળેટીના દિવસે જ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; જાણો હોળી પ્રાગટ્યનું મુહૂર્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે