HomeDeshPorbandar news :ડ્રગ્સ માફિયાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: પોરબંદરના દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ...

Porbandar news :ડ્રગ્સ માફિયાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: પોરબંદરના દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શનનો પર્દાફાશ

Porbandar news : ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર ડ્રગ્સ સ્મગલરો માટે સ્મશાન સાબિત થયો છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે.

Porbandar news :મધદરિયે ફિલ્મી ઢબે ઓપરેશન

Porbandar news

ગુજરાત એટીએસને મળેલી સચોટ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ સાથે મળીને પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ રીતે આવતી એક ઈરાની બોટને સુરક્ષા એજન્સીઓએ ઘેરી લીધી હતી. તપાસ દરમિયાન બોટમાંથી ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં બે ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

Porbandar news :ઈરાનથી ગુજરાત વાયા દરિયો: મોટું નેટવર્ક

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો ઈરાનથી મોકલવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓ ડ્રગ્સ કોને ડિલિવરી કરવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર પંજાબ કે અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે કેમ, તે અંગે એટીએસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

આંકડામાં ગુજરાતની ‘ડ્રગ્સ વિરોધી જંગ’

ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે છેલ્લા કેટલાક સમયમાં ડ્રગ્સ માફિયાઓની કમર તૂટી ગઈ છે:

  • વર્ષ 2025: માત્ર એક વર્ષમાં ₹2240 કરોડનું સિન્થેટિક ડ્રગ્સ જપ્ત.
  • છેલ્લા 10 વર્ષ: કુલ ₹13,939 કરોડની કિંમતનું 1.74 લાખ કિલો ડ્રગ્સ સુરક્ષા એજન્સીઓએ પકડ્યું છે.
  • ફેક્ટરીઓ પર ત્રાટકી પોલીસ: દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ડ્રગ્સ બનાવતી અડધો ડઝન ફેક્ટરીઓ પણ સીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :દાહોદ હાઇવે પર કાળમુખો વળાંક બેકાબૂ SUV થાંભલે અથડાતા કચડાઈ, 3 નાં કમકમાટીભર્યા મોત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments