High Stakes in Parliament: સંસદના બજેટ સત્રમાં રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એક ગંભીર પ્રસ્તાવ (Substantive Motion) રજૂ કરીને તેમનું સભ્યપદ રદ કરવાની અને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ પ્રસ્તાવ બાદ સંસદમાં હોબાળો મચતા પ્રશ્નકાળ ખોરવાયો હતો.
High Stakes in Parliament: નિશિકાંત દુબેનો ગંભીર આરોપ

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી સંસદમાં પાયાવિહોણા નિવેદનો આપીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે રજૂ કરેલા પ્રસ્તાવ મુજબ:
- સભ્યપદ રદ કરો: રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનોને ધ્યાનમાં રાખીને તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવું જોઈએ.
- આજીવન પ્રતિબંધ: તેઓ ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી ન લડી શકે તેવો આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે.
High Stakes in Parliament: સ્પીકરની ચેમ્બરનો વીડિયો અને વિવાદ
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો જાહેર કરીને નવી ચર્ચા છેડી છે. રિજિજુએ દાવો કર્યો છે કે:
- 4 ફેબ્રુઆરીએ સ્પીકરની ચેમ્બરમાં વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો હતો.
- પ્રિયંકા ગાંધીની હાજરીમાં વિપક્ષી સાંસદોએ અપશબ્દો અને ગાળોનો પ્રયોગ કર્યો હતો. જોકે, પ્રિયંકા ગાંધીએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે ગાળો આપવાની વાત તદ્દન ખોટી છે અને તેઓ ત્યાં શાંતિથી પોતાની વાત રજૂ કરવા બેઠા હતા.

High Stakes in Parliament: શું છે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ?
સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાની પણ તૈયારીમાં છે.
- નિયમ: બંધારણની કલમ 105 મુજબ સાંસદોને વાણી સ્વાતંત્ર્ય છે, પરંતુ જો કોઈ સભ્ય ખોટી માહિતી આપી ગૃહને ગેરમાર્ગે દોરે તો વિશેષાધિકાર ભંગની નોટિસ આપી શકાય છે.
- શક્યતા: જો આ મામલે રાહુલ ગાંધી દોષિત ઠરે તો તેમને ઠપકો, સસ્પેન્શન અથવા રેર કિસ્સામાં અટકાયત જેવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. અહેવાલો મુજબ, રાહુલ ગાંધીનું 11 ફેબ્રુઆરીનું નિવેદન સંસદના રેકોર્ડમાંથી હટાવવામાં આવી શકે છે.
સંસદની કાર્યવાહી સ્થગિત
આજે સવારે 11 વાગ્યે ગૃહ શરૂ થતા જ વિપક્ષી સાંસદો પ્લે કાર્ડ્સ સાથે વેલમાં ધસી આવ્યા હતા, જેના કારણે સ્પીકરે માત્ર 7 મિનિટમાં જ ગૃહને સ્થગિત કરી દીધું હતું. બપોરે 12 વાગ્યે ફરી કાર્યવાહી શરૂ થઈ ત્યારે પીએમ મોદી પણ રાજ્યસભામાં હાજર રહ્યા હતા.




