Home State Gujarat Ahmedabad news: ઇસ્કોન મંદિર પાસે GSTV ઓફિસ પાછળના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર...

Ahmedabad news: ઇસ્કોન મંદિર પાસે GSTV ઓફિસ પાછળના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 9 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ

0
403
ahemdabad

Ahmedabad news: શહેરના વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર ઇસ્કોન મંદિર પાસે આજે આગની એક ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. ઇસ્કોન મંદિર નજીક આવેલી GSTVની ઓફિસની પાછળના ભાગમાં આવેલા વ્હીલચેરના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Ahmedabad news: ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં

Ahmedabad news

આગની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ અને અંદાજે 40 જેટલા જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ટૂંક સમયમાં કાબૂ મેળવી લીધો હતો.

Ahmedabad news: શોર્ટ સર્કિટ કે ફેબ્રિકેશન? તપાસ તેજ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે:

  • આગનું કારણ: ગોડાઉનમાં વ્હીલચેર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ત્યાં ફેબ્રિકેશનનું કામ ચાલતું હોવાથી તણખા ઝરવાને કારણે અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
  • નુકસાન: આગને કારણે ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
  • વેન્ટિલેશન: ગોડાઉનમાં ધુમાડો ખૂબ હોવાથી ફાયરના જવાનોએ તાત્કાલિક વેન્ટિલેશનની કામગીરી હાથ ધરી હતી જેથી ધુમાડો બહાર નીકળી શકે.

સ્થાનિકોમાં ફફડાટ

Ahmedabad news

ગોડાઉનની બિલકુલ નજીક ન્યૂઝ ચેનલની ઓફિસ અને અન્ય વ્યાપારી સંકુલ આવેલા હોવાથી આગ વધુ વિકરાળ બને તે પહેલા જ ફાયર વિભાગે તેને કન્ટ્રોલ કરી લેતા મોટી હોનારત ટળી હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં AAPને મોટો ફટકો: ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલિયા પર લગાવ્યા ગંભીર આરોપ; ભાજપમાં જોડાવાની અટકળો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે