Digital Revolution: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે એક ઐતિહાસિક કદમ ભર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસેક્સ (SpaceX) ની સબસિડિયરી સ્ટારલિંક (Starlink) સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના છેવાડાના અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઈ-સ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ પહોંચાડવાનો છે.

Digital Revolution: અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટીનો નવો યુગ
આ કરારને પરિણામે નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ આવશે. જે વિસ્તારોમાં અત્યાર સુધી મોબાઈલ ટાવર કે ફાઈબર ઓપ્ટિક પહોંચી શક્યા નથી, ત્યાં હવે સેટેલાઈટ દ્વારા સીમલેસ કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓનું એક ‘જોઈન્ટ વર્કિંગ ગ્રુપ’ પણ બનાવવામાં આવશે.
Digital Revolution: કયા ક્ષેત્રોને થશે સીધો ફાયદો?

સ્ટારલિંક સાથેના આ સહયોગથી રાજ્યના અનેક મહત્વપૂર્ણ વિભાગો અને સેવાઓને વેગ મળશે:
- શિક્ષણ અને આરોગ્ય: સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC) ટેલી-મેડિસિન જેવી સુવિધાઓ સરળ બનશે.
- આપત્તિ વ્યવસ્થાપન: કુદરતી આફતો સમયે જ્યારે નેટવર્ક ખોરવાઈ જાય છે, ત્યારે સેટેલાઈટ ઈન્ટરનેટ દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહેશે.
- સુરક્ષા: પોલીસ આઉટપોસ્ટ્સ, કોસ્ટલ પોલીસ ઓપરેશન અને બોર્ડર વિસ્તારોમાં કનેક્ટિવિટી મજબૂત થશે.
- વન્યજીવ અને પર્યાવરણ: અભયારણ્યોમાં વન્યજીવ મોનિટરિંગ માટે મજબૂત નેટવર્ક ઉપલબ્ધ થશે.
- ઉદ્યોગ અને બંદરો: GIDC ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ અને પોર્ટ કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે.
Digital Revolution: જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નક્કી કરાયું છે કે, આ લોઈ (LoI) ના અસરકારક અમલીકરણ માટે ખાસ ટીમ કાર્યરત રહેશે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ઇ-ગવર્નન્સ સુવિધાઓને પ્રથમ તબક્કે જોડવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રોજેક્ટ રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ તેમજ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનને નવી ઊંચાઈએ લઈ જશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




