Home Videsh Terror in Islamabad: પાકિસ્તાના  ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો, જુમ્માની નમાજ...

Terror in Islamabad: પાકિસ્તાના  ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો, જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 69ના મોત

0
271
Terror
Terror

Terror in Islamabad: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ આજે ભયાનક આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠી છે. શુક્રવારે (જુમ્મા) નમાજ દરમિયાન એક શિયા મસ્જિદ (ઇમામબાડા)ને નિશાન બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટમાં 69 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 169થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર ઇસ્લામાબાદમાં કટોકટી (Emergency) જાહેર કરી દેવામાં આવી છે.

Terror in Islamabad: નમાજ દરમિયાન મચી ચીસિયારીઓ

Terror in Islamabad

પાકિસ્તાની અખબાર ‘ડોન’ના અહેવાલ મુજબ, જ્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે જ આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મસ્જિદના પરિસરમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે અને તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ગંભીર રીતે ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે છે.

Terror in Islamabad: સરકારની આકરી નિંદા: “આ માનવતા વિરુદ્ધનો ગુનો”

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ હુમલાને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવતા સખત નિંદા કરી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યા છે. બીજી તરફ, મંત્રી ડો. તારિક ફઝલ ચૌધરીએ જણાવ્યું કે, “આવી આતંકી ઘટનાઓ દેશનો જુસ્સો તોડી શકતી નથી. આપણે આતંકવાદ સામે એકજૂટ થવાની જરૂર છે.”

Terror in Islamabad: આતંકવાદના ભરડામાં પાકિસ્તાન

Terror in Islamabad

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે:

  • ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025: પાકિસ્તાન હવે વિશ્વનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ બની ગયો છે.
  • સંગઠનોનો કહેર: TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) ના હુમલામાં 90% અને બલુચ આર્મી (BLA) ના હુમલામાં 60% નો વધારો થયો છે.
  • અગાઉની ઘટના: ત્રણ મહિના પહેલા જ ઇસ્લામાબાદની કોર્ટ બહાર થયેલા હુમલામાં 12 લોકોના મોત થયા હતા.

ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન બાદ હવે રાજધાની ઇસ્લામાબાદ પણ આતંકવાદીઓના નિશાન પર હોવાથી સુરક્ષા એજન્સીઓ સામે મોટા સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો :Air India : એર ઇન્ડિયાના 70% વિમાનોમાં ટેકનિકલ ખામીઓ! સરકારના આંકડાઓએ ઉડ્ડયન સુરક્ષા પર ઊભા કર્યા સવાલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે