“US Trade Agreement” : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલનું નિવેદન, ભારતને ખૂબ મોટો ફાયદો થશે

0
143
"US Trade Agreement"
"US Trade Agreement"

“US Trade Agreement” : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી મહત્વપૂર્ણ ટ્રેડ ડીલને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે આ ડીલ ભારત માટે ઐતિહાસિક અને લાભદાયી સાબિત થશે.

"US Trade Agreement"

ઉલ્લેખનીય છે કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ પર સંમત થયા છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય માલ પર લાગતા પારસ્પરિક ટેરિફમાં મોટો ઘટાડો કરીને તેને હાલના 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

“US Trade Agreement” : પાક ચીન કરતાં ભારતને સારી ડિલ મળી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, પાડોશી દેશોની સરખામણીમાં ભારતને સૌથી સારી ડીલ મળી છે. આ ટ્રેડ ડીલ ભારતના વેપાર, નિકાસ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે નવા અવસરો સર્જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના હિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે અને મહિનાઓથી ચાલતી ચર્ચાઓ બાદ આ જનહિતનો નિર્ણય લેવાયો છે.

"US Trade Agreement"

“US Trade Agreement” :  તેમણે વધુમાં ઉમેર્યું કે આ ડીલ ભારતના ભવિષ્યને મજબૂત બનાવશે અને વૈશ્વિક બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે, જે ભારત માટે ગૌરવની વાત છે.

આ ઉપરાંત પીયૂષ ગોયલે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તે શક્ય બન્યું નહીં. તેમણે ખાસ કરીને રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર ગૃહની કાર્યવાહી ખોરવવાનો આરોપ લગાવ્યો અને તેમના વર્તનને શરમજનક ગણાવ્યું.

"US Trade Agreement"

મંત્રીએ જણાવ્યું કે સંસદમાં ચર્ચા ન થઈ શકતા આ માહિતી પ્રેસ કોન્ફરન્સ મારફતે જાહેર કરવાની ફરજ પડી છે. આ ટ્રેડ ડીલથી ભારતના ઉદ્યોગ, વેપાર અને નિકાસ ક્ષેત્રને મોટો ફાયદો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો