HomeDeshWhatsaapp : સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને મેટાની પ્રાઈવસી પોલિસી પર ઝાટકણી કાઢી,...

Whatsaapp : સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને મેટાની પ્રાઈવસી પોલિસી પર ઝાટકણી કાઢી, યુઝર્સના ડેટા વેચવા પર કડક તિખાશ

Whatsaapp : સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટાની પ્રાઈવસી પોલિસી મામલે કડક ચેતવણી આપવામાં આવી છે. 2021ની પ્રાઈવસી પોલિસી સંબંધિત સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલે દલીલ આપી કે વોટ્સએપની પોલિસી શોષણકારી છે અને યુઝર્સનો ડેટા શેર કરીને કમાણી કરવામાં આવે છે.

Whatsaapp

Whatsaapp :  સુપ્રીમે કાઢી ઝાટકણી , નિયમનું પાલન કરો નહીં તો દેશ છોડો

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં મેટા અને વોટ્સએપને ફટકારતા જણાવ્યું કે, “જો તમે ભારતમાં આપણા બંધારણનું પાલન કરી શકતા નથી તો અહીંની સર્વિસો બંધ કરો. અમે કોઈપણ ભારતીય નાગરિકની પ્રાઈવસી જોખમમાં મૂકવા આપી શકતા નથી.” CJIએ ખાસ ઉદાહરણ આપ્યું કે, વૃદ્ધ મહિલાઓ, રસ્તા કિનારે વેપાર કરતી લોકો કે માત્ર તમિલ ભાષા આવડતા લોકો તમારી પોલિસી કઈ રીતે સમજી શકે? તેમણે કહ્યું કે વોટ્સએપનું કામ માત્ર સર્વિસ આપવા છે, લોકોના ડેટા ભેગા કરી તેને શેર કરવા માટે નથી.

Whatsaapp સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે વોટ્સએપને યુઝર્સના ડેટા મેટાને વેચવાનો કોઈ હક નથી. CJIએ વધુમાં કહ્યું કે યુઝર્સને એપમાં “લત” લગાવી દેવામાં આવી છે અને તેનો ફાયદો પૈસા કમાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. ફક્ત મૌન રહેતાં યુઝર્સનો અર્થ એ નથી કે કંપની ગમે તેટલું ડેટા વેચી શકે.

Whatsaapp

સુપ્રીમ કોર્ટે કેસ પર આગળની કાર્યવાહી માટે તમામ સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી છે. હવે ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી યોજાશે અને કોર્ટે તમામ પક્ષોને એફિડેવિટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

Whatsaapp : શું છે આખો કેસ ?

નોંધનીય છે કે 2024ના નવેમ્બરમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ વોટ્સએપ પર પ્રાઈવસી પોલિસી તથા પ્રતિસ્પર્ધા કાયદાના ઉલ્લંઘન બદલ ₹213 કરોડનો દંડ ફટકાર્યો હતો. તે સમયે વોટ્સએપ પર આરોપ હતો કે કંપનીએ યુઝર્સને નવી પોલિસી સ્વીકારવા મજબૂર કર્યા હતા. આના જ પરિણામે મેટાએ સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો.

Whatsaapp

અત્રે, વોટ્સએપ યુઝર્સ માટે મહત્વપૂર્ણ છે કે તેઓ જાણકારીપૂર્વક પોતાની પ્રાઈવસીનું રક્ષણ કરે અને કંપનીની નીતિ વિશે સાવચેત રહે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કોઈપણ કંપની ભારતીય નાગરિકોના ડેટા સાથે દુરુપયોગ નહીં કરે.

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Table of Contents

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments