Realme P4 Power Launch :સૌથી મોટી બેટરીવાળો સ્માર્ટફોન ‘રિયલમી P4 પાવર’ લોન્ચ, ફુલ ચાર્જ પર 21 કલાક ચાલશે ફોન

0
117
P4 Power
P4 Power

Realme P4 Power Launch :ટેક કંપની રિયલમીએ ભારતીય બજારમાં પોતાની P-સીરીઝનો નવો સ્માર્ટફોન રિયલમી P4 પાવર’ લોન્ચ કર્યો છે. ખાસ વાત એ છે કે આ સ્માર્ટફોન ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટી બેટરી ધરાવતો ફોન ગણાઈ રહ્યો છે. ફોનમાં વિશાળ 10001mAh બેટરી આપવામાં આવી છે, જે ફુલ ચાર્જ પર 21 કલાક સુધી સતત ઉપયોગની ક્ષમતા ધરાવે છે.

Realme P4 Power Launch :10001mAh બેટરી સાથે પાવરફુલ પરફોર્મન્સ

Realme P4 Power Launch

રિયલમી P4 પાવર ખાસ કરીને લાંબા સમય સુધી ફોન વાપરનારા યૂઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. મોટી બેટરી હોવા છતાં ફોનના વજન અને બેલેન્સ પર ખાસ ધ્યાન અપાયું છે, જેથી ઉપયોગ દરમિયાન ભારે ન લાગે.

Realme P4 Power Launch : 50MP કેમેરા અને 144Hz ડિસ્પ્લે

ફોટોગ્રાફી માટે ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે શાર્પ અને ડિટેલ ફોટો ખેંચવામાં મદદ કરે છે.
ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 144Hz રિફ્રેશ રેટવાળી સ્મૂથ ટચ સ્ક્રીન આપવામાં આવી છે, જે ગેમિંગ અને વિડિયો સ્ટ્રીમિંગ માટે શ્રેષ્ઠ અનુભવ આપે છે.

 ડિઝાઇન: 4D કર્વ્ડ ડિસ્પ્લે અને IP69 રેટિંગ

Realme P4 Power Launch

મોટી બેટરી હોવા છતાં કંપનીએ ફોનને મોર્ડન અને પ્રીમિયમ લુક આપ્યો છે.

  • ફોનને IP68 અને IP69 રેટિંગ મળ્યું છે, જેના કારણે તે ધૂળ, પાણી અને હાઈ પ્રેશર વોટર જેટથી પણ સુરક્ષિત રહે છે
  • ફ્રન્ટમાં 4D કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં બહુ ઓછા બેઝલ્સ, સેન્ટર પંચ-હોલ કેમેરા અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે
  • રીયરમાં પ્રીમિયમ ફિનિશ આપવામાં આવી છે, જે સારી ગ્રિપ આપે છે
  • નીચેની તરફ USB Type-C ચાર્જિંગ પોર્ટ અને સિમ ટ્રે આપવામાં આવી છે

 કિંમત અને વેચાણ વિગતો

રિયલમી P4 પાવરને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

  • ફોનની શરૂઆતની કિંમત ₹25,999 રાખવામાં આવી છે
  • વેચાણ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે
  • લોન્ચ ઓફર હેઠળ ગ્રાહકોને ₹2,000નું ડિસ્કાઉન્ટ પણ મળશે

 કોને માટે છે આ ફોન?

લાંબી બેટરી લાઇફ, મજબૂત ડિઝાઇન અને હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લેના કારણે રિયલમી P4 પાવર ખાસ કરીને ગેમર્સ, ટ્રાવેલર્સ અને હેવી યૂઝર્સ માટે આકર્ષક વિકલ્પ બની શકે છે.

આ પણ વાંચો :AI news : AIનો વધતો પ્રભાવ: સર્જનથી લઈને CEO સુધી—દરેક નોકરી ખતરામાં!