Gujarat Govt Orders Transfer of 16 GAS Officers:રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના કુલ 16 અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, પંચાયત, પ્રવાસન, સામાજિક ન્યાય, રોજગાર અને તાલીમ જેવા મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે વહીવટી કાર્યક્ષમતામાં વધારો અને વિભાગીય સંકલન મજબૂત બનાવવા માટે આ ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવી નિમણૂકો બાદ સંબંધિત વિભાગોમાં કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા વધવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Gujarat Govt Orders Transfer of 16 GAS Officers:આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં વ્યાપક બદલી-બઢતી
આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં પણ મોટા પાયે બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. કુલ 83 અધિકારીઓની બદલી-બઢતી કરવામાં આવી છે, જેમાં 10 ડ્રગ ઇન્સપેક્ટરને વર્ગ-1 (ક્લાસ-1)માં બઢતી આપવામાં આવી છે.
વિગત મુજબ,
- મદદનીશ કમિશનર વર્ગ-1ના 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે
- વર્ગ-2ના 34 ડ્રગ ઇન્સપેક્ટર અને 28 ઔષધ નિરીક્ષકોની બદલી કરવામાં આવી છે
- 10 ઔષધ નિરીક્ષકોને મદદનીશ કમિશનર વર્ગ-1 તરીકે બઢતી અપાઈ છે
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બદલીઓ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અને વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવી છે. નવી નિમણૂકો બાદ આરોગ્ય વિભાગમાં કામગીરીમાં ગતિ આવવાની શક્યતા છે.













