Dang Ashram Shala Scandal: ડાંગમાં આશ્રમશાળાના ટ્રસ્ટીએ ગુજાર્યું દુષ્કર્મ: 15 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી આચર્યું પાપ,

0
109
Dang Ashram
Dang Ashram

Dang Ashram Shala Scandal: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’માં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. આશ્રમશાળાના રક્ષક ગણાતા ટ્રસ્ટીએ જ ભક્ષક બનીને એક 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે મુખ્ય આરોપી ટ્રસ્ટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dang Ashram Shala Scandal: ષડયંત્ર રચી આચરવામાં આવ્યું કૃત્ય

Dang Ashram Shala Scandal

ઘટનાની વિગતો મુજબ, સાત-આઠ દિવસ અગાઉ જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓ સફાઈના કામમાં વ્યસ્ત હતી, ત્યારે આશ્રમશાળામાં રસોઈ બનાવતી સોનલબેને પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે સગીરાને રસોડામાં બોલાવી હતી. ત્યાં તેને કોઈ નશીલું પીણું પીવડાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે સગીરા બેભાન અવસ્થામાં આવી ગઈ હતી.

Dang Ashram Shala Scandal: ટ્રસ્ટીએ મર્યાદા ઓળંગી

સગીરા બેભાન થતા જ આશ્રમશાળાના મહિલા પ્રમુખનો પતિ અને ટ્રસ્ટી પ્રફુલ નાયક તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની અચેતન સ્થિતિનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ આદિવાસી સમાજના આગેવાનો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા.

પોલીસની કડક કાર્યવાહી: POCSO અને એટ્રોસિટી હેઠળ ગુનો

Dang Ashram Shala Scandal

ડાંગ એસ.પી. પૂજા યાદવે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

  • મુખ્ય આરોપીની ધરપકડ: પોલીસે મુખ્ય આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી લીધી છે.
  • મદદગાર પર ગાળિયો: ગુનામાં મદદ કરનાર સોનલબેનની ધરપકડની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
  • કલમોનો ઉમેરો: આરોપીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 64, 65, 123 ઉપરાંત પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

SP પૂજા યાદવનું નિવેદન: “આ કેસની તપાસ DySP SC-ST સેલને સોંપવામાં આવી છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આશ્રમશાળામાં અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે આવો બનાવ બન્યો છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.”

આ પણ વાંચો :ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ માટે ગાંધીનગરમાં ‘બજેટ મંથન