Rajkot District BJP Unveils New Team: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા રાજકોટ જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિત વિવિધ મોરચાઓના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. નવરચિત સંગઠનમાં યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ મોરચો તેમજ લઘુમતી મોરચાના હોદેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જાહેર કરાયેલા સંગઠન મુજબ, રાજકોટ જિલ્લા ભાજપમાં કુલ 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી સહિતના હોદેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે વિવિધ મોરચાઓમાં પણ સંગઠનને મજબૂત બનાવવા માટે નિમણૂકો કરવામાં આવી છે.
Rajkot District BJP Unveils New Team: અલ્પેશ ઢોલરિયા યથાવત રહેવાની ચર્ચા

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન સાથે સાથે જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને બદલી દેવામાં આવશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી હતી. જોકે, પ્રદેશના વરિષ્ઠ નેતાઓની ભલામણના આધારે અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Rajkot District BJP Unveils New Team: સંગઠન મજબૂત કરવાની દિશામાં કવાયત
ભાજપ દ્વારા કરવામાં આવેલી આ સંગઠન રચનાને આવનારા સમયમાં પક્ષને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓને સંગઠિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવા હોદેદારોને સંગઠનાત્મક જવાબદારીઓ સોંપીને જિલ્લા સ્તરે ભાજપની પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરચિત સંગઠન આવનારા ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને સંગઠન વિસ્તરણ માટે સક્રિય રીતે કાર્ય કરશે.



આ પણ વાંચો :Gujarat Cooperative Elections :ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત




