Aadhaar App:નવી આધાર એપ લોન્ચ: QR કોડથી ઓળખ, 50થી વધુ નવા ફીચર્સ

0
152
Aadhaar App
Aadhaar App

Aadhaar App :યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા નવી આધાર એપ (Aadhaar App) લોન્ચ કરવામાં આવી છે. આ નવી એપ 50થી વધુ અદ્યતન ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં આધાર કાર્ડ ધારક વ્યક્તિને પોતાની વ્યક્તિગત માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું છે. હવે યુઝર્સ જાતે નક્કી કરી શકશે કે કઈ માહિતી બતાવવી અને કઈ છુપાવવી.

UIDAI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નવી આધાર એપના ફીચર્સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હાલની આધાર એપના અપડેટેડ વર્ઝનમાં ફોટો, નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, આધાર નંબર સહિતની વિગતો છુપાવવાની કે દર્શાવવાની સુવિધા આપવામાં આવી છે. સાથે જ પરિવારના અનેક સભ્યોના આધાર કાર્ડને એક જ એપમાં મેનેજ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Aadhaar App :આધાર કાર્ડ ધારકને જ મળશે સંપૂર્ણ કંટ્રોલ

Aadhaar App

નવી આધાર એપમાં યુઝર્સને તેમની માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું છે. એપમાં જ ઉપલબ્ધ વિકલ્પો દ્વારા યુઝર્સ ચેક અથવા અનચેક કરીને નક્કી કરી શકશે કે કઈ વિગતો અન્યને દેખાડવી અને કઈ નહીં. આધાર નંબર પણ છુપાવી શકાય તેવો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેથી માહિતીની સુરક્ષા વધુ મજબૂત બને.

Aadhaar App :QR કોડથી થશે ફટાફટ ઓળખ

નવી આધાર એપ ખૂલતાં જ સ્ક્રીન પર માત્ર એક QR કોડ દેખાશે. જરૂર પડે ત્યારે એક ક્લિકમાં જ સંપૂર્ણ વિગતો જોઈ શકાશે. QR કોડ સ્કેન કરીને સરળ અને ઝડપી ઓળખ ચકાસણી શક્ય બનશે. આ સુવિધા હોટલ, ગેસ્ટ હાઉસ, એરપોર્ટ અથવા અન્ય જગ્યાએ ઓળખ માટે ઉપયોગી રહેશે.

Aadhaar App

Aadhaar App :Android અને iOS બંને માટે ઉપલબ્ધ

નવી આધાર એપ Android અને iOS બંને પ્લેટફોર્મ માટે રિલીઝ કરવામાં આવી છે. જે યુઝર્સના ફોનમાં પહેલાથી આધાર એપ ઇન્સ્ટોલ છે, તેમણે એપને અપડેટ કરવાની રહેશે.

શું છે આ અપડેટનો મુખ્ય ઉદ્દેશ્ય?

આ અપડેટનો મુખ્ય ઉદ્દેશ્ય આધાર કાર્ડને કાગળમાંથી સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપમાં બદલવાનો છે. જેથી ઓળખ વેરિફિકેશન ઝડપી બને, ડેટાની સુરક્ષા વધે અને આધારની ફોટોકોપી થકી થતી છેતરપિંડી અટકાવી શકાય. આથી સમયની બચત થશે અને નાગરિકોને સરકારી તેમજ ખાનગી કાર્યોમાં વધુ સરળતા મળશે.

Aadhaar Appના નવા વર્ઝનમાં ખાસ શું?

1. ડિજિટલ ઓળખ: હવે આધાર કાર્ડ કે તેની નકલ સાથે રાખવાની જરૂર નહીં, મોબાઈલમાં આધાર એપમાં બતાવતી ઓળખ માન્ય ગણાશે.
2. QR કોડ આધારિત વેરિફિકેશન: માત્ર QR કોડ સ્કેન કરીને ઓળખ ચકાસણી.
3. આધાર વિગતો અપડેટ:

  • રહેઠાણ (Address) અપડેટ
  • મોબાઈલ નંબર અપડેટ
    4. ઓનલાઈન આધાર વેરિફિકેશન: આધાર નંબર શેર કર્યા વિના ઓળખની પુષ્ટિ.
    5. બાયોમેટ્રિક લોક: ફિંગરપ્રિન્ટ, ચહેરા (Face) અને આંખના સ્કેન (Iris) માટે બાયોમેટ્રિક લોક કરવાની સુવિધા.
    6. આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી: અગાઉ થયેલા આધાર પ્રમાણીકરણની વિગતો જોઈ શકાશે.
    7. 13 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ એપ.

આધાર એપમાં મોબાઈલ નંબર અને એડ્રેસ કેવી રીતે અપડેટ કરશો?

  • Aadhaar Appમાં લૉગ ઇન કરો
  • હોમ સ્ક્રીન પર “Aadhaar Details Update” સેકશનમાં જાઓ
  • મોબાઈલ નંબર અથવા એડ્રેસ અપડેટનો વિકલ્પ પસંદ કરો
  • નવી વિગતો દાખલ કરી એપ મુજબ વેરિફિકેશન પૂર્ણ કરો
  • અપડેટ માટે ₹75 ફી ચૂકવો
  • વેરિફિકેશન પૂર્ણ થયા બાદ નવી માહિતી આધાર રેકોર્ડમાં અપડેટ થશે

UIDAIની આ નવી પહેલથી આધાર કાર્ડનો ઉપયોગ વધુ સુરક્ષિત, સરળ અને ડિજિટલ બનશે, જેનાથી દેશના કરોડો નાગરિકોને સીધો લાભ મળશે.

આ પણ વાંચો :Army Truck Accident:સાપુતારા ઘાટમાં સૈન્યની ગાડી પલટી, 9 જવાન ઘાયલ