ICC ના કડક વલણ સામે ઝૂક્યું પાકિસ્તાન ! પાકિસ્તાને ટી20 વર્લ્ડકપ 2026 માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી

    0
    132
    ICC
    ICC

    ICC ના કડક વલણ સામે પાકિસ્તાન આખરે ઝુકી ગયું છે ,પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026 માટે પોતાની 15 સભ્યોની ટીમની સત્તાવાર જાહેરાત કરી છે. ટીમની કમાન સલમાન અલી આગાના હાથમાં સોંપવામાં આવી છે. ટીમની જાહેરાત સલમાન અલી આગા અને ચીફ સિલેક્ટર આકિબ ઝાવેદે સંયુક્ત રીતે કરી હતી.

    ICC

    ICC : પાકિસ્તાનની ટીમમાંથી હારીસ રઉફની હકાલપટ્ટી

    ટીમની પસંદગીમાં સૌથી વધુ ચોંકાવનારો નિર્ણય ઝડપી બોલર હારિસ રઉફને બહાર રાખવાનો રહ્યો છે. આ ઉપરાંત વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જોકે, ટીમ મેનેજમેન્ટે સિનિયર બેટ્સમેન બાબર આઝમ પર પોતાનો વિશ્વાસ યથાવત રાખ્યો છે.

    ICC

    ICC : કોણ કોણ છે ટીમમાં ?

    પાકિસ્તાનની 15 સભ્યોની ટીમમાં સલમાન અલી આગા (કૅપ્ટન), અબરાર અહમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા નફે, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ અફરીદી, ઉસ્માન ખ્વાજા અને ઉસ્માન તારિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ટી20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાન પોતાનું અભિયાન 7 ફેબ્રુઆરીથી નેધરલેન્ડ સામે શરૂ કરશે. આ મુકાબલો શ્રીલંકાના કોલંબોમાં આવેલા પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 20 ટીમોની આ મહાકુંભમાં પાકિસ્તાનને ગ્રુપ ‘એ’માં સ્થાન મળ્યું છે, જેમાં ભારત, નામીબિયા, નેધરલેન્ડ અને યુએસએની ટીમો પણ સામેલ છે.

    ICC

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાન દ્વારા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવાની ચર્ચાઓ ચાલી રહી હતી. આ મુદ્દે આઈસીસીએ કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું હતું કે જો પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર પડશે તો તેના પર પ્રતિબંધાત્મક કાર્યવાહી થઈ શકે છે. આઈસીસીની આ ચેતવણી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હરકતમાં આવ્યું અને અંતે ટીમની જાહેરાત કરી વિશ્વકપમાં ભાગ લેવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

    વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો