Home Desh Himachal Pradesh Bus Accident:હિમાચલમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 9ના મોત; રાહત અને...

Himachal Pradesh Bus Accident:હિમાચલમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 9ના મોત; રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ

0
392
Himachal Pradesh Bus
Himachal Pradesh Bus

Himachal Pradesh Bus Accident :હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે એક કાળજું કંપાવી દે તેવી ભયાનક માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસ હરિપુરધાર પાસે અચાનક નિયંત્રણ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ કરુણ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Himachal Pradesh Bus Accident

Himachal Pradesh Bus Accident :બસમાં 30થી 35 મુસાફરો સવાર હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સમયે બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા. પહાડી માર્ગ પર બસ નિયંત્રણ બહાર જતાં સીધી ખાઈમાં પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પરખચ્ચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Himachal Pradesh Bus Accident :સ્થાનિકો સૌપ્રથમ બચાવમાં દોડી આવ્યા

અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ અને બચાવ ટીમો પહોંચે તે પહેલાં જ ઈજાગ્રસ્ત મુસાફરોને ખાઈમાંથી બહાર કાઢી સડક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ પોલીસ, ફાયર અને અન્ય બચાવ ટુકડીઓએ રાહત કામગીરી હાથ ધરી હતી.

Himachal Pradesh Bus Accident :ગંભીર ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા

સિરમૌરના એસપી નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું હતું કે, પોલીસ અને બચાવ ટીમો હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચ લોકોને વધુ સારવાર માટે સંગડાહ, દદાહૂ અને નાહન મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો, સહાયના આદેશ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ આ ભયાનક દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. સાથે જ ઉદ્યોગ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિનય કુમારે પણ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે.

અકસ્માતના કારણોની તપાસ શરૂ

પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે પહાડી માર્ગ, તીવ્ર વળાંક અથવા ડ્રાઈવરની ભૂલને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો :Big Digital Move by EPFO:EPFOમાં મોટો ડિજિટલ ફેરફાર, હવે BHIM UPI એપથી તાત્કાલિક PF ઉપાડ શક્ય બનશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે