Home Desh 2026 Holiday Calendar: 2026માં રજાઓની ભરમાર! 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ...

2026 Holiday Calendar: 2026માં રજાઓની ભરમાર! 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

0
557
2026 Holida
2026 Holida

2026 Holiday Calendar: વર્ષ 2025 હવે અંતિમ તબક્કામાં છે અને નવા વર્ષ 2026ને લઈને લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ખાસ કરીને ફરવાના શોખીન લોકો માટે 2026 ખુશખબર લઈને આવી રહ્યું છે. કારણ કે 2026માં શનિવાર-રવિવાર સાથે જોડાઈને કુલ 15 લાંબા વીકએન્ડ મળવાના છે. પરિવાર કે મિત્રો સાથે પ્રવાસ યોજવા ઈચ્છતા લોકો માટે આ વર્ષ ઉત્તમ સાબિત થશે.

જાન્યુઆરી

2026 Holiday Calendar: નવા વર્ષની શરૂઆત જ રજાઓ સાથે થશે.

  • 1 જાન્યુઆરી (ગુરુવાર): ન્યૂ યર
  • 3-4 જાન્યુઆરી: શનિ-રવિ
    જો **2 જાન્યુઆરી (શુક્રવાર)**ની રજા લઈ લો તો 4 દિવસનું લાંબું વીકએન્ડ બની શકે છે.
    આ સિવાય 26 જાન્યુઆરી (સોમવાર) હોવાથી 24-25-26 એમ ત્રણ સળંગ રજાઓ મળશે.

ફેબ્રુઆરી – માર્ચ – એપ્રિલ

  • ફેબ્રુઆરીમાં લાંબો વીકએન્ડ નથી.
  • 20 માર્ચ (શુક્રવાર) ઈદની રજા છે, ત્યારબાદ 21-22 માર્ચ શનિ-રવિ, એટલે ત્રણ દિવસની રજા.
  • 3 એપ્રિલ (શુક્રવાર) ગુડ ફ્રાઈડે, પછી 4-5 એપ્રિલ શનિ-રવિ – ફરી ત્રણ દિવસનો મોકો.

2026 Holiday Calendar:મેમાં બે લાંબા વીકએન્ડ

2026 Holiday Calendar
  • 1 મે (શુક્રવાર) બુદ્ધ પૂર્ણિમા, 2-3 મે શનિ-રવિ – 3 દિવસની રજા
  • 26 મે (મંગળવાર) ઈદ છે. જો **25 મે (સોમવાર)**ની રજા લો તો 23થી 26 મે સુધી 4 દિવસની રજા મળી શકે છે.

જૂન – ઓગસ્ટ

  • 26 જૂન (શુક્રવાર) મોહરમ હોવાથી 26-27-28 જૂન સળંગ રજાઓ
  • 28 ઓગસ્ટ (શુક્રવાર) રક્ષાબંધન, 29-30 ઓગસ્ટ શનિ-રવિ – ત્રણ દિવસની રજા
  • 25 ઓગસ્ટ ઈદ અને 22-23 ઓગસ્ટ શનિ-રવિ હોવાથી ફરી પ્રવાસનો મોકો

સપ્ટેમ્બર

  • 4 સપ્ટેમ્બર (શુક્રવાર) જન્માષ્ટમી – 4,5,6 એમ ત્રણ દિવસ
  • 14 સપ્ટેમ્બર (સોમવાર) ગણેશ ચતુર્થી, 12-13 સપ્ટેમ્બર શનિ-રવિ સાથે ત્રણ દિવસની રજા

ઑક્ટોબર

  • 2 ઑક્ટોબર (શુક્રવાર) ગાંધી જયંતી – લાંબું વીકએન્ડ
  • 20 ઑક્ટોબર (મંગળવાર) દશેરા. જો **19 ઑક્ટોબર (સોમવાર)**ની રજા લો તો 17થી 20 સુધી 4 દિવસની સળંગ રજા મળી શકે છે.

નવેમ્બર – ડિસેમ્બર

  • 8 નવેમ્બર (રવિવાર) દિવાળી
  • ધનતેરસ (શુક્રવાર), કાળીચૌદશ (શનિવાર) અને ભાઈબીજ (મંગળવાર)ને કારણે લગભગ 5 દિવસની રજા બનશે
  • 25 ડિસેમ્બર (શુક્રવાર) ક્રિસમસ – 25-26-27 એમ ત્રણ દિવસનો અંતિમ લાંબો વીકએન્ડ

2026 Holiday Calendar:  નિષ્કર્ષ

2026માં સરકારી તથા તહેવારની રજાઓ સાથે કુલ 15 લાંબા વીકએન્ડ મળવાના છે. એટલે જો તમે અત્યારથી જ આયોજન કરો તો ઓછા રજા દિવસ લઈ પણ વધુ પ્રવાસ અને આરામનો આનંદ માણી શકશો.

આ પણ વાંચો :Gujarat Courts: 1 જાન્યુઆરીથી તમામ કોર્ટમાં ફરજિયાત A-4 સાઈઝ પેપર, ગુજરાતી-ઇંગ્લિશ ફોન્ટ અંગે પણ નવા નિયમો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે