IAS Transfer List :રાજ્યમાં વહીવટી ફેરફાર: એક સાથે 26 IAS અધિકારીઓની બદલી, CMO સહિત મહત્વના વિભાગોમાં નવી નિયુક્તિઓ

0
186
IAS Transfer
IAS Transfer

IAS Transfer List :રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક સાથે 26 IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO), મુખ્ય સચિવાલય તેમજ શિક્ષણ, ગૃહ, આરોગ્ય, કૃષિ, ઉર્જા અને નાણાં જેવા મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

IAS Transfer List

મળતી માહિતી મુજબ અજય કુમારને ગુજરાત મેરેટાઇમ બોર્ડ (GMB)નો હવાલો આપવામાં આવ્યો છે. સાથે સાથે તેમને મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે અને તેમને ગૃહ વિભાગના અગ્ર સચિવની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.


IAS Transfer List :CMOમાં મહત્વની નિયુક્તિઓ

  • સંજીવ કુમાર (IAS 1998): વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સંભાળશે.
  • ડૉ. વિક્રાંત પાંડે (IAS 2005): તેઓની પદવી હવે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહેશે. સાથે જ તેઓ માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે.
  • અજય કુમાર (IAS 2006): ડેપ્યુટેશનથી પરત ફરતા તેમને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના VC અને CEO નો વધારાનો ચાર્જ પણ સંભાળશે.

IAS Transfer List :વિભાગીય સેક્રેટરીની બદલીની વિગતો

  • રાજીવ ટોપનો (IAS 1996): સ્ટેટ ટેક્સ કમિશનરથી બદલી કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
  • મુકેશ કુમાર (IAS 1996): શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) માંથી બદલી કરીને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ) ના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.
  • મિલિંદ તોરવણે (IAS 2000): પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે.
  • અશ્વિની કુમાર (IAS 1997): રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગમાંથી બદલી કરી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે.
  • ડૉ. વિનોદ રાવ (IAS 2000): શ્રમ અને રોજગાર વિભાગમાંથી બદલી કરી વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે.
  • અંજુ શર્મા (IAS 1991): કૃષિ વિભાગના ACS થી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગ (પર્સનલ) ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
  • ધનંજય દ્વિવેદી (IAS 1998): આરોગ્ય વિભાગમાંથી બદલી કરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.

મહત્વની સંસ્થાઓ અને અન્ય નિમણૂકો

  • અવંતિકા સિંઘ ઔલખ (IAS 2003): મુખ્યમંત્રીના વધારાના પ્રિન્સિપલ સેક્રેટરી પદેથી મુક્ત કરી GSPC ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ ગુજરાત ગેસ અને GSPC LNG નો વધારાનો હવાલો પણ સંભાળશે.
  • રાજકુમાર બેનીવાલ (IAS 2004): GMB ના CEO પદેથી બદલી કરી GNFC (ભરૂચ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકાયા છે.
  • સંદીપ કુમાર (IAS 2002): કૃષિ વિભાગના સેક્રેટરીથી બદલી કરી નાણા વિભાગ (આર્થિક બાબતો) ના સેક્રેટરી બનાવાયા છે.
  • જેનુ દેવન (IAS 2006): સ્ટેમ્પ ડ્યુટી નિરીક્ષકથી બદલી કરી નાણા વિભાગ (ખર્ચ) ના સેક્રેટરી બનાવાયા છે. તેઓ GUVNL ના MD નો ચાર્જ ચાલુ રાખશે.
  • લોચન સેહરા (IAS 2002): ડેપ્યુટેશનથી પરત ફરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા છે.
  • મોહમ્મદ શાહિદ (IAS 1998): સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે.
IAS Transfer List
IAS Transfer List
IAS Transfer List
IAS Transfer List

આ પણ વાંચો :Kankaria Carnival 2025: એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ-2025ડ્રોન શો, પેટ ફેશન શો અને દુબઈનો પાયરો શો બનશે મુખ્ય આકર્ષણ