Dhurandhar Box Office Collection: બોલિવૂડમાં આદિત્ય ધરની દિગ્દર્શિત ફિલ્મ ‘ધુરંધર’ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. રિલીઝના માત્ર 17 દિવસમાં જ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ‘ધુરંધર’ હવે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેના કારણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ ટોપ-10માંથી બહાર થઈ ગઈ છે.

બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના આંકડાઓ મુજબ, રવિવારની કમાણી સાથે ‘ધુરંધર’નું નેટ કલેક્શન 555.5 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. જ્યારે બીજી તરફ ‘એનિમલ’નું ભારતમાં લાઈફટાઈમ કલેક્શન 553 કરોડ રૂપિયા રહ્યું હતું. આ રીતે ‘ધુરંધર’એ સીધો ‘એનિમલ’ને પાછળ છોડી દસમા સ્થાન પર પોતાની જગ્યા બનાવી છે.
Dhurandhar Box Office Collection: ટોપ-10 સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદી
ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની ટોપ-10 યાદીમાં
- પુષ્પા: ધ રૂલ પાર્ટ 2 (2024) 1234.1 કરોડ સાથે પ્રથમ,
- બાહુબલી 2: ધ કન્ક્લુઝન (2017) 1030.42 કરોડ સાથે બીજા,
- KGF: ચેપ્ટર 2 (2022) 859.7 કરોડ સાથે ત્રીજા,
- RRR (2022) 782.2 કરોડ સાથે ચોથા,
- કલ્કી 2898 AD (2024) 646.31 કરોડ સાથે પાંચમા,
- જવાન (2023) 640.25 કરોડ સાથે છઠ્ઠા,
- કાંતારા: અ લેજેન્ડ ચેપ્ટર-1 (2025) 622.42 કરોડ સાથે સાતમા,
- છાવા (2025) 601.54 કરોડ સાથે આઠમા,
- સ્ત્રી-2 (2024) 597.99 કરોડ સાથે નવમા
અને ‘ધુરંધર’ (2025) 555.7 કરોડના કલેક્શન સાથે દસમા સ્થાને પહોંચી ગઈ છે.
2025ની ટોપ-3 કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ

‘ધુરંધર’ માત્ર ટોપ-10માં જ નહીં, પરંતુ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ટોપ-3 ફિલ્મોમાં પણ સામેલ થઈ ગઈ છે. કાંતારા: ચેપ્ટર-1નું લાઈફટાઈમ કલેક્શન 622 કરોડ છે, જ્યારે છાવાએ 602 કરોડની કમાણી કરી છે. આવનારા અઠવાડિયામાં ‘ધુરંધર’ આ બંને ફિલ્મોને પાછળ છોડી દે તેવી શક્યતા છે.
‘ધુરંધર’ના શોરમાં કપિલ શર્માની ફિલ્મ ફિક્કી

રિલીઝના 17 દિવસમાં ‘ધુરંધર’નું વર્લ્ડવાઈડ કલેક્શન 836.75 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે, જ્યારે ઇન્ડિયા ગ્રોસ 666.75 કરોડ રહ્યો છે. બીજી તરફ, આ જ દિવસે રિલીઝ થયેલી કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું 2’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. ફિલ્મે 17 દિવસમાં ભારતમાં માત્ર 11.88 કરોડ અને વર્લ્ડવાઈડ 14.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
કુલ મળીને કહી શકાય કે, હાલ બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો શોર યથાવત્ છે અને ફિલ્મ આવનારા દિવસોમાં વધુ મોટા રેકોર્ડ તોડે તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો :Morbi news:રશિયા–યુક્રેન યુદ્ધમાં ફસાયો ગુજરાતી યુવક, માતાને વીડિયો મોકલી કરી મદદની અપીલ




