Train Travel Rules Change: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સામાનને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું કે હવે ટ્રેનમાં નક્કી કરેલી મર્યાદા કરતા વધુ સામાન લઈ જનાર મુસાફરો પાસેથી રેલવે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં વધતી ભીડને નિયંત્રિત કરવા માટે કોચ મુજબ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

Train Travel Rules Change: કોચ પ્રમાણે સામાનની મર્યાદા
રેલવેના નવા નિયમો મુજબ અલગ-અલગ વર્ગમાં મુસાફરી કરતા મુસાફરો માટે મફત અને મહત્તમ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
| કોચનો પ્રકાર | મફત સામાનની લિમિટ | મહત્તમ લિમિટ |
| એસી ફર્સ્ટ ક્લાસ | 70 કિલોગ્રામ | 150 કિલોગ્રામ |
| એસી સેકન્ડ ટિયર | 50 કિલોગ્રામ | 100 કિલોગ્રામ |
| એસી થર્ડ ટિયર / ચેર કાર | 40 કિલોગ્રામ | 40 કિલોગ્રામ |
| સ્લીપર ક્લાસ | 40 કિલોગ્રામ | 80 કિલોગ્રામ |
| સેકન્ડ ક્લાસ | 35 કિલોગ્રામ | 70 કિલોગ્રામ |
Train Travel Rules Change: વધારાના સામાન પર દંડ લાગુ પડશે

જો કોઈ મુસાફર નિર્ધારિત મફત મર્યાદા કરતા વધુ સામાન સાથે મુસાફરી કરશે, તો તેને રેલવેના ટેરિફ મુજબ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. દરેક વર્ગ માટે મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જેના ઉપર સામાન લઈ જવાની મંજૂરી આપવામાં નહીં આવે.
રેલવે મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે, આ નિયમોનું કડક પાલન કરવામાં આવશે જેથી મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન સર્જાય અને ટ્રેનમાં સલામતી તથા વ્યવસ્થા જળવાઈ રહે.




