Aniruddhacharya :આ ફરિયાદ અખિલ ભારત હિંદુ મહાસભા આગ્રાની જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં થયેલી સુનાવણી બાદ CJM ઉત્સવ ગૌરવ રાજની કોર્ટએ કેસ સ્વીકારી લીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી 1 જાન્યુઆરીએ યોજાશે, જેમાં મીરા રાઠોડ પોતાનું નિવેદન દાખલ કરશે.

Aniruddhacharya :શું છે આખો વિવાદ?
ઓક્ટોબરમાં અનિરુદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે મહિલાઓ અને દીકરીઓ અંગે કથિત અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
વિડિયો વાયરલ થતાની સાથે જ સમગ્ર દેશમાં ભારે વિરોધ થયો હતો. અનેક મહિલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ તેમના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો.
Aniruddhacharya :અનિરુદ્ધાચાર્યની પ્રતિક્રીયા

વિવાદ વધતા અનિરુદ્ધાચાર્યએ પોતાનો બચાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે—
- તેઓ મહિલાઓનો સંપૂર્ણ સન્માન કરે છે
- તેમના નિવેદનને તોડી-મરોડીને સોશિયલ મીડિયામાં પર રજૂ કરવામાં આવ્યો છે
- તેમના આશયને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે
પરંતુ હવે કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકાર્યા બાદ તેઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
કોર્ટની કાર્યવાહી આગળ શું?

- 1 જાન્યુઆરીએ વાદી મીરા રાઠોડનું નિવેદન લેવામાં આવશે
- ત્યાર બાદ કોર્ટ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે
- જો આરોપો ગંભીર માનવામાં આવશે તો અનિરુદ્ધાચાર્યને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે
આ કેસથી સંબંધિત દરેક અપડેટ હવે કાનૂની પ્રક્રિયા પર આધારિત રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



