Olympics 2036 :ઓલિમ્પિક માટે રાજ્ય સરકારનું મોટું પગલું: સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં ખુલશે ગુજરાત ઓફિસ, નાયબ મુખ્યમંત્રી 20 ડિસેમ્બરે કરશે મુલાકાત

0
101
Olympics 2036
Olympics 2036

Olympics 2036 :ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની સત્તાવાર જાહેરાત પછી રાજ્ય સરકાર હવે 2036ના ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ સક્રિય રીતે તૈયારી શરૂ કરી ચૂકી છે. રાજ્ય સરકારે સ્વિત્ઝર્લેન્ડના લુસાન શહેરમાં—જેને “ઓલિમ્પિક સિટી” તરીકે ઓળખવામાં આવે છે—એક વિશેષ કચેરી (Gujarat Olympic Liaison Office) સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

આ માટે 16થી 20 ડિસેમ્બર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વરિષ્ઠ અધિકારીઓની ટીમ લુસાનની પાંચ દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન ઓલિમ્પિક એસોસિયેશન સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે.

Olympics 2036

Olympics 2036 :લુસાનમાં ગુજરાત સરકારની કચેરી– ઓલિમ્પિક માટે સીધી કડી

લુસાનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (IOC) સહિત વિશ્વની સ્ટ્રોંગ સ્પોર્ટ્સ ફેડરેશનોના મુખ્ય મથકો આવેલી છે. ત્યાં ઓફિસ શરૂ કરવાના હેતુઓમાં—

  • ઓલિમ્પિક માટે જરૂરી માળખાકીય જરૂરિયાતો સમજી શકાય
  • કન્સલ્ટન્ટ અને સ્પોર્ટ્સ નિષ્ણાતોની ભરતી
  • IOC અને ગ્લોબલ ફેડરેશનો સાથે સીધો સંવાદ વ્યવસ્થા
  • ગુજરાતની 2036 ઓલિમ્પિક કૅન્ડિડેચર મજબૂત બનાવવી

આ ઓફિસનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે.

Olympics 2036 : કોમનવેલ્થ 2030ની સફળતા →ઓલિમ્પિક2036 માટેનો માર્ગ સ્વચ્છ

Olympics 2036

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન ઓલિમ્પિક ગેમ્સ માટે ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થાન અપાવશે.”
તે માટે સરકાર હાલથી જ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની યોજના અમલમાં મૂકી રહી છે.

Olympics 2036 : પ્રતિનિધીમંડળનું પ્રેઝન્ટેશન: ગુજરાતની ક્ષમતાઓનો વૈશ્વિક પરિચય

લુસાનની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં પ્રતિનિધીમંડળ—

  • IOC
  • વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશનો
  • ટેકનિકલ એક્સપર્ટ ગ્રુપ્સ

સાથે મુલાકાત કરશે અને ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કેવી રીતે શક્ય છે તે અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપશે.

Olympics 2036

પ્રેઝન્ટેશનમાં નીચેના મુદ્દાઓ ખાસ ઉજાગર કરાશે:

  • ગુજરાતનું અર્થતંત્ર
  • સુરક્ષા વ્યવસ્થા
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ
  • આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનો અનુભવ
  • સ્પોર્ટ્સ સિટી ડેવલપમેન્ટ પ્લાન

માળખાકીય સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન મળશે

ગ્લોબલ ફેડરેશનો પાસેથી—

  • સ્ટેડિયમ
  • ટ્રેનિંગ સેન્ટર
  • સ્પોર્ટ્સ વિલેજ
  • ટેક્નિકલ સુવિધાઓ

સંબંધી માર્ગદર્શન મેળવવાથી રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ વિકસાવવામાં મદદ મળશે.

 ગુજરાત ઓલિમ્પિક 2036ના સપના તરફ એક મોટું પગલું

આ સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે કે રાજ્ય સરકાર ફક્ત કોમનવેલ્થ પૂરતું વિચારતી નથી, પરંતુ ઓલિમ્પિક જેવી વિશ્વની સૌથી મોટી રમતોત્સવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત સ્થાન અપાવવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Gandhinagarnews: ગાંધીનગરમાં આજે CMની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક: મગફળી ખરીદી, ખાતરની અછત, સુભાષ બ્રિજથી લઈને વાયબ્રન્ટ સમિટ સુધી અનેક મુદ્દાઓ પર ચર્ચા