Goa Nightclub Tragedy:ગોવામાં નાઇટ ક્લબમાં ભયંકર સિલિન્ડર બ્લાસ્ટ: 25ના મોત, ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ફસાયા

0
181
Goa Nightclub
Goa Nightclub

Goa Nightclub Tragedy:ગોવા, અરપોરા ખાતે આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં મોડી રાત્રે થયેલા એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ બાદ ભીષણ આગે કહેર મચાવ્યો હતો. આ દિલદહળાવનારી દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે. જેમાંથી 20 લોકોનું મોત શ્વાસ રૂંધાવાથી અને 3 લોકો જીવતા સળગી જવાથી થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Goa Nightclub Tragedy

કિચનથી શરૂ થયેલું વિસ્ફોટનું મૃત્યુનૃત્ય

માહિતિ મુજબ, ક્લબના કિચન વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ઝડપથી ફેલાઈ ગઈ. ધુમાડાના ગોટેગોટા ક્ષણોમાં બેઝમેન્ટ સુધી પહોંચી ગયા હતા. ગભરાટમાં ઘણા કર્મચારીઓ અને કેટલાક મહેમાનો બહાર નીકળવાના બદલે બેઝમેન્ટમાં દોડી ગયા, જ્યાંથી તેઓને બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો.

Goa Nightclub Tragedy: મૃતકોમાં મોટાભાગે ક્લબ સ્ટાફ

મૃતકોમાં 14 સ્ટાફ, જેમાં 3 મહિલાઓ, તેમજ 3–4 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ઘણા લોકો ધુમાડામાં ફસાઈ જતાં બેભાન થઈ ગયા અને પાછા બહાર આવી શક્યા નહોતા.

Goa Nightclub Tragedy

 મુખ્યમંત્રીનો સખત રોષ – “ગેરકાયદેસર રીતે ચાલતા ક્લબ જવાબદાર”

ગોવાના CM પ્રમોદ સાવંતે આ કાંડને રાજ્ય માટે ખૂબ દુઃખદ દિવસ” ગણાવતા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે,
“ગેરકાયદેસર રીતે ચાલતા નાઇટ ક્લબોના કારણે આ દુર્ઘટના થઈ છે. દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.”

 ફાયર સેફ્ટી ઑડિટની statewide માંગ

સ્થાનિક MLA માઇકલ લોબોએ તમામ નાઇટ ક્લબોનું તરત જ ફાયર સેફ્ટી ઑડિટ કરવાની માંગ કરી છે.
તેમણે કહ્યું કે,
“25 મોત અત્યંત દુઃખદ છે. જેઓ પાસે ફાયર સેફ્ટી પરવાનગી નહીં હોય, તેમના લાઇસન્સ રદ્દ કરાશે.”

Goa Nightclub Tragedy:ગોવા પોલીસની પ્રાથમિક તપાસ

ડીજીપી આલોક કુમારે જણાવ્યું કે —

  • રાત્રે 12:04 વાગ્યે પોલીસને કૉલ મળ્યો
  • ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને તરત મોકલવામાં આવ્યા
  • પ્રાથમિક તપાસમાં ફાયર સેફ્ટીના પૂરતા બંદોબસ્ત ન હોવાનો ખુલાસો

Goa Nightclub Tragedy: PM મોદીનો  શોક સંદેશ

Goa Nightclub Tragedy

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. PMએ ગોવાના CM સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Kinjal Dave:ગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી! ધ્રુવિન શાહ સાથે નવા પ્રકરણની શરૂઆત; ફેન્સમાં ખુશીની લહેર