Katrina Kaif Blames:કેટરિના કૈફ “પ્રેમમાં કરેલી ભૂલે કરિયર ડિસ્ટર્બ કર્યું”

0
122
Katrina Kaif
Katrina Kaif

Katrina Kaif Blames:બૉલીવુડની ગ્લેમરસ અભિનેત્રી અને આજે ખુશહાલ જીવન જીવતી વિકી કૌશલની પત્ની કેટરિના કૈફ વર્ષો જૂના એક દુખદ અનુભવો વિશે ખુલ્લું હૃદય કરીને વાત કરી છે. કેટરિનાએ સ્વીકાર્યું કે પોતાની પર્સનલ લાઈફની નિષ્ફળતાઓએ તેમની પ્રોફેશનલ લાઈફને ગંભીર રીતે અસર કરી હતી — અને આ માટે તેઓ “ખુદ જવાબદાર” છે.

Katrina Kaif Blames

Katrina Kaif Blames: “રણબીર કપૂરને કારણે મેં મારું કરિયર ખરાબ કરી દીધું” — કેટરિના

Katrina Kaif Blames

વિકી કૌશલ સાથે લગ્ન પહેલાં કેટરિના કૈફ અભિનેતા રણબીર કપૂર સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતી. બંનેના લગ્ન પણ નક્કી થઈ જશે, એવી ચર્ચાઓ જોરમાં હતી. પરંતુ અચાનક બંને છૂટા પડી ગયા, અને ત્યાથીજ કેટરિના જીવનનો સૌથી મુશ્કેલ સમય શરૂ થયો.

Katrina Kaif Blames:એક જૂના ઈન્ટરવ્યૂમાં કેટરિનાએ ભાવુક બનીને કહ્યુઃ

મારી ભૂલ થઈ ગઈ છે… ઈન્ડસ્ટ્રીમાં મને કામ ના મળ્યું એ માટે હું ખુદ જવાબદાર છું. હું રણબીરની પ્રેમમાં હતી અને લગ્ન વિશે વિચારી રહી હતી, એટલા માટે મેં ઘણી સારી ઓફર્સ પણ ઠુકરાવી દીધી હતી.”

તેમણે એ પણ ઉમેર્યું કે —

હું કપૂર પરિવારની વહુરાણી બનવાના સપનાં જોઈ રહી હતી, પરંતુ એ સપનાં તૂટ્યાં અને સાથે મારું કરિયર પણ નીચે જઈ રહ્યું હતું.”

Katrina Kaif Blames: બ્રેકઅપ બાદ કેટરિના તૂટી પડી

રણબીર સાથેના બ્રેકઅપ બાદ કેટરિના લાંબા સમય સુધી ઈમોશનલી તૂટી ગઈ હતી. તે સમય દરમિયાન તેમના કામ પર, પર્સનલ લાઈફ પર અને આખા કરિયર પર અસર થઈ.

યાદ રાખવું રહ્યું કે રણબીરનું નામ અગાઉ દીપિકા પદુકોણ સાથે પણ જોડાયું હતું અને દીપિકાએ એક શોમાં “દગો મળ્યો હતો” એવાં સંકેતો આપ્યા હતા.

આજે બંને પોતપોતાની જિંદગીમાં આગળ વધ્યા

Katrina Kaif Blames

સમય બદલાયો.

  • રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા અને આજે બંને એક દીકરીના માતા-પિતા છે.
  • કેટરિના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં બંને પેરેન્ટ બનીને ખુશહાલ જીવન જીવતા થયા છે.

એક સમયની પીડાદાયક સફર બાદ આજે બંને કલાકારો પોતાના જીવનમાં સ્થિર અને સફળ છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Crime Rate Increase: ગુજરાતની નીચલી અદાલતોમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો ઉછાળો