Crime Rate Increase: ગુજરાતની નીચલી અદાલતોમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો ઉછાળો

0
256
Crime Rate Increase
Crime Rate Increase

Crime Rate Increase:ગુજરાતમાં ગુનાખોરીનાં વધતાં કેસ ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. તાજેતરમાં સામે આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2024 થી 1 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યની નીચલી અદાલતોમાં ક્રિમિનલ કેસોમાં 3.44 લાખનો વધારો થયો છે, જે ગુજરાતમાં વધતા ક્રાઇમ રેટને સ્પષ્ટ દર્શાવે છે.

માહિતી મુજબ ગયા વર્ષે 1 ડિસેમ્બર સુધી ક્રિમિનલ કેસોની સંખ્યા 12,36,524 હતી, જે 2025માં વધીને 16,08,271 પર પહોંચી છે. આ વધારાએ ગુજરાતને સમગ્ર દેશમાં ક્રિમિનલ કેસોમાં વધારાના મામલે બીજા ક્રમે ધકેલ્યું છે.
પશ્ચિમ બંગાળ પ્રથમ – 4.33 લાખ વધારો
ગુજરાત બીજા
મહારાષ્ટ્ર ત્રીજા – 3.37 લાખ વધારો

Crime Rate Increase

ગણતરી મુજબ ગુજરાતની નીચલી અદાલતોમાં દરરોજ સરેરાશ 1,028 નવા કેસ ઉમેરાઈ રહ્યા છે.

Crime Rate Increase:  લાંબા સમયથી પેન્ડિંગ કેસોની ચિંતાજનક સ્થિતિ

ગુજરાતમાં જૂના કેસોના નિસ્તારને લઈને પણ સ્થિતિ ગંભીર છે.
30–40 વર્ષ જૂના 27 કેસ હજુ પેન્ડિંગ
40–50 વર્ષ જૂનો 1 કેસ પણ હજી ઉકેલાયો નથી
સંપૂર્ણ દેશમાં એવી જ કેટેગરીમાં 47,769 ક્રિમિનલ કેસ 30–40 વર્ષથી પેન્ડિંગ છે.

Crime Rate Increase

Crime Rate Increase:  સિવિલ કેસોમાં નોંધપાત્ર ઘટાડો

ક્રિમિનલ કેસો વધી રહ્યા છે ત્યારે સિવિલ કેસોમાં ઘટાડો નોંધાયો છે.
• 1 ડિસેમ્બર 2024 સુધી: 3,54,727 કેસ
• 1 ડિસેમ્બર 2025 સુધી: 3,39,045 કેસ
➡️ કુલ ઘટાડો : 15,682 કેસ

ગુજરાતમાં સિવિલ કેસોમાં પણ જૂના કેસોની સંખ્યા ચિંતાજનક છે:
156 કેસ 30–40 વર્ષથી પેન્ડિંગ
6 કેસ 40–50 વર્ષથી પેન્ડિંગ

સંપૂર્ણ દેશમાં 40–50 વર્ષ જૂના 4,127 સિવિલ કેસો હજી સુધી ઉકેલની રાહમાં છે — એવી માહિતી સરકારએ સંસદમાં આપી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Astro Guide: વાંચો તમારું 05 ડિસેમ્બરનું રાશિફળ