#PutinInIndia  : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પ્રવાસે , પીએમ મોદીએ રેડ કાર્પેટ પર કર્યું ભવ્ય સ્વાગત

0
142
#PutinInIndia  
#PutinInIndia  

#PutinInIndia  : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ આજે(4 ડિસેમ્બર) સાંજે લગભગ 6:45 વાગ્યે દિલ્હી પહોંચ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સન્માનમાં પ્રાયવેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું,

#PutinInIndia  

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે, જેમાં S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદીનો સમાવેશ થાય છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની છેલ્લી મુલાકાત 6 ડિસેમ્બર, 2021ના ​​રોજ થઈ હતી, એટલે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત છે.

#PutinInIndia  

#PutinInIndia  : વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી

#PutinInIndia  : વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિના આગમન પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી, વડાપ્રધાન મોદીએ પોસ્ટ દ્વારા કહ્યું કે મારા મિત્ર પુતિનનું સ્વાગત કરીને હું ખુશી અનુભવું છું ,   

#PutinInIndia  

#PutinInIndia  : પ્રમુખ પુતિનની મુલાકાત ભારત-રશિયા વ્યૂહાત્મક સંબંધોની 25મી વર્ષગાંઠ નિમિત્તે છે. 2000માં રશિયાના પ્રમુખ પુતિન અને તત્કાલીન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરુઆત કરી હતી.

#PutinInIndia  

#PutinInIndia  :  રશિયાના રાષ્ટ્રપ્રમુખ ભારત પહોંચી ગયા છે. તેમનું વિમાન પાલમ ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું . વડાપ્રધાન મોદીએ ઉત્સાહથી તેમનું ઍરપોર્ટ પર સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ ગળે લગાવીને પોતાના મિત્ર પુતિનનું સ્વાગત કર્યું. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક જ કારમાં રવાના થયા હતા .

વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Kirti Patel:વેપારીને જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ, કીર્તિ પટેલ સામે ફરી FIR