Kirti Patel:સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેનારી અને હાલ પાસા (PASA) હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલની મુશ્કેલીઓ અટકતી નથી. સુરતમાં તેના વિરુદ્ધ વધુ એક નવો ફોજદારી ગુનો નોંધાતા તે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. મળતી માહિતી મુજબ, સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો છે.

Kirti Patel:વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધાયો
ફરિયાદ રેતી અને કપચીનો વેપાર કરતા અલ્પેશ ડોંડાએ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે ગંભીર આરોપ મૂક્યા છે કે કીર્તિ પટેલે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી, અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો અને સોશિયલ મીડિયામાં તેમના પર ખોટા આક્ષેપ લગાવીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
આવતા પોલીસએ કીર્તિ પટેલ વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
Kirti Patel:કીર્તિ પટેલ સામે કુલ 10 કિસ્સા

નવી ફરિયાદ બાદ કીર્તિ પટેલના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની સંખ્યા હવે 10 પર પહોંચી ગઈ છે. અગાઉ પણ તેના પર ખંડણી માંગવી, લોકો સાથે મારામારી કરવી, ધમકી આપવી, અને સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિગત છબી ખરાબ કરવાનો આરોપ નોંધાઈ ચૂક્યો છે.
હાલમાં કીર્તિ પટેલ પાસા હેઠળ જેલમાં છે. આ નવા કેસ બાદ તેની કાનૂની મુશ્કેલીઓ વધુ વધી શકે છે અને જામીન મેળવવાનો માર્ગ વધુ કઠિન બની શકે છે.
રાજ્યમાં કીર્તિ પટેલની સતત ચાલતી વિવાદિત પ્રવૃત્તિઓએ ફરી એકવાર ચર્ચા જગાવી છે કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ દ્વારા કાયદાનો ભંગ વધતો જઈ રહ્યો છે અને તેની સામે સખ્ત પગલાં લેવાં જરૂરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Gujarat Missing Children :રાજ્યમાં બાળ ગુમશુદગીનો ભયંકર વધારો: 2,990 બાળકોનો આજે સુધી અતોપતો નહીં




