Gujarat Missing Children :રાજ્યમાં બાળ ગુમશુદગીનો ભયંકર વધારો: 2,990 બાળકોનો આજે સુધી અતોપતો નહીં

0
131
Missing Children
Missing Children

Gujarat Missing Children :ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બાળકો ગુમ થવાની ઘટનામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. 2019થી 2023 વચ્ચે કુલ 10,474 બાળકો ગુમ થયા, જેમાંથી 2,990 બાળકોનો આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાંથી રોજ સરેરાશ 6 બાળકો ગાયબ થાય છે અને તેમાંના 3 બાળકો ક્યારેય મળતા નથી.

 Gujarat Missing Children

 Gujarat Missing Children :2023માં જ 500થી વધુ બાળકો ગુમ અને ન મેળાયેલા

સરકારી માહિતી પ્રમાણે, માત્ર 2023માં 2,251 બાળકો ગુમ થયા, જેમાંથી 1,727 બાળકો મળ્યા, જ્યારે 524 બાળકોનો કોઈ અતોપતો મળ્યો નથી.

બાળકો ગુમ થવામાં ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં નથી, છતાં આંકડા ચિંતાજનક છે. 2023માં મધ્ય પ્રદેશ 16,017 કેસ સાથે દેશભરમાં પ્રથમ સ્થાને છે.

 Gujarat Missing Children :શા માટે નથી મળતા બાળકો? ચોંકાવનારે કારણો સામે

સામાજિક કાર્યકરો અને તપાસ સંસ્થાઓ મુજબ, ગુમ થયેલા બાળકોમાં છોકરીઓનું પ્રમાણ વધારે છે અને ન મળેલા બાળકો વિશે ગંભીર શંકાઓ છે:

  • બાળ તસ્કરી (Child Trafficking)
  • ભીખ મગાવવાનો ધંધો
  • ચાઇલ્ડ લેબર / ફેક્ટરીઓમાં બળજબરીથી કામ કરાવવું
  • ઘરકામ માટે વેચી મૂકવા
  • દેહ વેપારના દલદલમાં ધકેલવાની શક્યતા

આીઓને માનવું છે કે ગુજરાતમાં પણ देशના અન્ય મોટા રાજ્યો જેટલી જ ગંભીર સમસ્યા છે.

Gujarat Missing Children

Gujarat Missing Children : સુરક્ષા નિષ્ણાતોની ચેતવણી — “વાલીઓ વધુ સાવચેત રહેવાની જરૂર”

નિષ્ણાતો માને છે કે ગુમ થતા બાળકોમાં મોટાભાગે આ પરિસ્થિતિઓ જોવા મળે છે:

  • એકલા બહાર રમવા જવાથી
  • સ્કૂલ–ઘર વચ્ચે પૂરતી દેખરેખ ન રહેવી
  • સોશિયલ મીડિયા અથવા અજાણ્યા લોકો દ્વારા લલચાવવું
  • પરિવારની અંદરની સમસ્યાઓને કારણે ભાગી જવું

નિષ્ણાતો ખાસ કરીને વાલીઓને અનુરોધ કરે છે કે બાળકોની હાલચાલ પર સતત નજર રાખવી જરૂરી છે.

ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં ગૂમ થયેલા અને મળી આવેલાં બાળકો

વર્ષગૂમ બાળકોબાળકો મળ્યા
201918431308
202016331208
202120201450
202223361595
202322511938
કુલ10,4047,549

Gujarat Missing Children : સરકાર અને પોલીસ માટે મોટો પડકાર

પોલીસ મુજબ મિસિંગ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા શોધખોળ ચાલુ છે, પરંતુ

  • interstate trafficking
  • identity change
  • ભીખ મગાવતી ગેંગ્સ
    આવું બધું મળીને તપાસ મુશ્કેલ બને છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Nitin Gadkari Announces: ભારત બનશે ટોલ-ફ્રી બેરિયર-લેસ: હાઈટેક ANPR ટોલ સિસ્ટમ આવશે