New Android Update:એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટું અપડેટ કોલનું મહત્ત્વ પહેલાંથી જ જણાશે

0
110
New Android
New Android

New Android Update:એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ એક નવું અને ખૂબ જ ઉપયોગી ફીચર લઈને આવ્યું છે. હવે તમે ફોન કરશો ત્યારે સામેની વ્યક્તિને ખબર પડી જશે કે કોલ કેટલો અર્જન્ટ છે, કારણ કે ગૂગલે ફોન એપમાં “Call Reason” નામનો નવો ફીચર ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર હાલ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.

New Android Update

New Android Update: શું છે ‘Call Reason’ ફીચર?

આ ફીચરથી યુઝર ફોન કરતા પહેલાં એ લખી શકે છે કે—

  • કોલ અર્જન્ટ છે,
  • કોઈ ખાસ કારણ છે,
  • કે સામેની વ્યક્તિએ તરત ઉઠાવવો જોઈએ.

કોલ એક્સેપ્ટ કરતાં પહેલાં જ સ્ક્રીન પર ‘Reason for Call’ દેખાશે, જેથી રિસીવ કરનાર વ્યક્તિને કોલનું મહત્વ ખબર પડી જશે.

આ ફીચર કેવળ સેવ કરેલા નંબર સાથે જ કામ કરશે.

New Android Update

New Android Update: ભવિષ્યમાં વધુ ફીચર્સ

હાલમાં ફક્ત ‘Urgent’ રીઝન ટેસ્ટમાં છે, પરંતુ ગૂગલ આગળ જઈને…

  • કસ્ટમ ટેક્સ્ટ મેસેજ,
  • ઇમોજી,
  • અને વ્યક્તિગત કોલ કારણ
    જોડવાનો પ્લાન બનાવી રહ્યું છે.

કોલ હિસ્ટ્રીમાં પણ દેખાશે રીઝન

આ ફીચર રીમાઇન્ડર ટૂલ તરીકે પણ કામ કરશે.
જો કોઈ કોલ મિસ થઈ ગયો હોય, તો કોલ હિસ્ટ્રીમાં જ કોલ માટેનું કારણ દેખાઈ જશે, જેથી તમે તાત્કાલિક રિટર્ન કોલ કરી શકો.

New Android Update: અપડેટ કેવી રીતે ચેક કરવું?

New Android Update
  1. તમારા ફોનમાં Google Play Store ખોલો
  2. ઉપરના પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો
  3. Manage apps & device પસંદ કરો
  4. Check for updates પર ટચ કરો

યાદ રાખો:
આ ફીચર ઉપયોગ કરવા માટે, તમારા ફોનમાં Google Phone App ડિફોલ્ટ હોવી જરૂરી છે.

 કોને મળશે આ ફીચર?

આ ફીચર હજી બીટા ટેસ્ટિંગમાં છે.
તે ક્યારે અને કોને મળશે, એ તમારા ફોન બ્રાન્ડ અને મોડલ પર આધારિત રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Ahmedabad news :દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 9 હોસ્પિટલ સીલ, BU વિના કામગીરી કરતી હતી