Rivaba hits back : ગુજરાતમાં દારૂબંધી, નશા અને મહિલા સુરક્ષા મુદ્દે રાજકીય ટકરાવ તેજ બન્યો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલુ છે. હવે મહિલાઓની સુરક્ષા વિષયક નિવેદનોને લઈને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ રાહુલ ગાંધી પર તીખો પ્રહાર કર્યો છે.

Rivaba hits back : રાહુલ ગાંધીએ ઉઠાવ્યો મહિલા સુરક્ષાનો મુદ્દો
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન મળેલા પ્રતિસાદને આધારે રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે—
- ગુજરાતમાં વધતો નશો,
- ગેરકાયદે દારૂ,
- અને ગુનાખોરી
મહિલાઓમાં અસુરક્ષાની ભાવના વધારી દીધી છે.
તેમણે આક્ષેપ કર્યો કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગણાતા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોનું ભવિષ્ય “ડ્રગ્સ અને ગુનાખોરી” તરફ ધકેલાયું છે.

Rivaba hits back : રીવાબાનો વળતો પ્રહાર: “ગુજરાતમાં ક્રાઈમ રેટ ફક્ત 1.48%”
રાહુલ ગાંધીની પોસ્ટનો રીવાબા જાડેજાએ તીખો જવાબ આપ્યો. તેમણે કહ્યું—
- દેશનો મહિલા ક્રાઈમ રેટ સરેરાશ 4% છે,
- જ્યારે ગુજરાતમાં તે ફક્ત 1.48% છે.
રીવાબાએ કહ્યું,
“માતાઓ-બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબરે હતું, છે અને રહેશે.”
સાથેજ રાજકીય સંદેશ આપતાં કહ્યું—
“યાદ રાખજો… 2027ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈ જશે.”

Rivaba hits back : દારૂબંધી મુદ્દે કોંગ્રેસ-ભાજપ વચ્ચે તીવ્ર રાજકીય ગરમાવો
ગુજરાતમાં છેલ્લા સમયમાં દારૂબંધી અને નશાના મુદ્દે કોંગ્રેસ સતત સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસના નેતાઓએ રાજ્યમાં વધતી ગુનાખોરી અને નશાની ઉપલબ્ધતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
હવે રીવાબાના નિવેદન બાદ આ મુદ્દે રાજકીય હીટ વધુ વધવાની સંભાવના છે.
R રીવાબા કોણ? સૌથી યુવા અને પૈસાદાર મંત્રી

- રીવાબા જાડેજા ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની છે.
- તેઓ જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
- પ્રથમ ટર્મમાં જ તેમને રાજ્ય મંત્રી તરીકે સ્થાન મળ્યું.
- હાલ તેઓ શિક્ષણ રાજ્યમંત્રી છે અને ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌથી નાની ઉંમરની અને સૌથી પૈસાદાર મંત્રી તરીકે ધ્યાનમાં આવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Women Farmers:મહિલાઓ ખેતીના દરેક ક્ષેત્રમાં આગળ ગુજરાતમાં 20 લાખથી વધુ મહિલા કિસાનો સક્રિય




