Home Breaking News Bank Merger :  ભારતના બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર શક્ય: સરકાર નવા મર્જર...

Bank Merger :  ભારતના બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર શક્ય: સરકાર નવા મર્જર પ્લાનના કામમાં લાગી

0
485
Bank Merger
Bank Merger

Bank Merger  : આગામી વર્ષોમાં ભારતના બેંકિંગ ક્ષેત્રમાં મોટા પાયે ફેરફાર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર લગભગ પાંચ વર્ષ પછી ફરી એક વખત જાહેર ક્ષેત્રની બેંકોના પુનર્ગઠન (PSU Banks Reorganisation) પર કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે એક એવી યોજના પર વિચારણા શરૂ કરી છે, જેના અંતર્ગત છ જેટલી નાની બેંકોનું મર્જર SBI, PNB અને બેંક ઓફ બરોડા જેવી મોટી બેંકો સાથે કરી શકાય છે.

Bank Merger

જો આ યોજના અમલી બનશે તો દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા વધુ ઘટશે, પરંતુ સરકાર માને છે કે આ પગલાથી બેંકિંગ સિસ્ટમ વધુ મજબૂત અને કાર્યક્ષમ બનશે.

Bank Merger :  કઈ બેંકોના મર્જર પર ચર્ચા?

પ્રારંભિક ચર્ચાઓ પ્રમાણે નીચેની નાની PSU બેંકોનું વિલીનીકરણ થઈ શકે છે:

  • ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)
  • સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
  • બેંક ઓફ ઇન્ડિયા
  • અન્ય કેટલીક મધ્યમ અને નાની બેંકો

આ બેંકોનું મર્જર નીચેની મોટી બેંકો સાથે થઈ શકે છે:

  • SBI
  • PNB
  • બેંક ઓફ બરોડા
Bank Merger

Bank Merger : સરકાર મર્જર શા માટે કરવા માંગે છે?

સરકારનું લક્ષ્ય છે કે નાની અને કમજોર જાહેર ક્ષેત્રની બેંકોને મજબૂત બેંકોમાં મર્જ કરીને દેશના બેંકિંગ નેટવર્કને સક્ષમ બનાવવું. મર્જર પછી મળતા સંભાવિત ફાયદા કયા છે તો એના પર નજર કરીએ તો

  • બેંકો પાસે મોટું મૂડી ભંડાર ઉપલબ્ધ રહેશે
  • મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સને સરળતાથી લોન આપી શકાશે
  • કાર્યકારી અને વહીવટી ખર્ચમાં ઘટાડો
  • ટેકનોલોજી તથા સર્વિસ ડિલિવરીમાં સુધારો
  • વધુ મજબૂત અને સ્થિર બેંકિંગ સિસ્ટમનું નિર્માણ

Bank Merger : સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નહીં

Bank Merger

હાલ સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ નીતિ આયોગ અને નાણાં મંત્રાલય અગાઉથી જ એનો મંતવ્ય વ્યક્ત કરી ચૂક્યા છે કે દેશમાં મોટી અને મજબૂત બેંકો હોવી લાભદાયી છે.

2017 પછી થયેલા મોટા બેંક મર્જર્સ

2017 – SBI મર્જર

સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, હૈદરાબાદ, પટિયાલા, મૈસુર, ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંક—all નું SBI સાથે મર્જર થયું.
SBI દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની.

2019 – બેંક ઑફ બરોડા મર્જર

વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડા સાથે વિલીનીકરણ.
તેને દેશની ત્રીજી સૌથી મોટી PSU બેંક બનાવ્યું.

2020 – PNB મર્જર

ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયાનું PNB સાથે મર્જર.
PNB દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની.

મોટા પાયાના મર્જર્સને કારણે PSU બેંકોની સંખ્યા 27થી ઘટીને હવે માત્ર 12 રહી ગઈ છે.

વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Ahmedabad Demolition:કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં મોટેરા વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઈવ; મોદી સ્ટેડિયમ નજીક 29 મકાનો તોડી પાડ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે