Commonwealth:ગુજરાત માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે અમદાવાદની પસંદગી સત્તાવાર રીતે થઈ ચૂકી છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની મહત્વપૂર્ણ મીટિંગમાં આ નિર્ણય પર અંતિમ મહોર લગાવાઈ. ભારત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ત્યાં હાજર રહ્યું હતું.

અમદાવાદની યજમાની ઘોષણા બાદ ગ્લાસગોમાં ઢોલ-નગારા અને ગરબાના સ્વર વચ્ચે ગુજરાતની સંસ્કૃતિનું અનોખું પ્રદર્શન થયું. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માત્ર રમતગમતની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિષ્ઠા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિનો પ્રતીક માનવામાં આવે છે.
Commonwealth:આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, “
આ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સ 100 વર્ષની ઉજવણીના વર્ષમાં તેનું આયોજન કરવાની તક એ આપણા માટે વિશેષ સન્માન છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સજ્જ છે. આ ગેમ્સ દ્વારા આપણે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રતિભા અને એકતાનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરીશું.”

Commonwealth:અત્યાર કયા કયા દેશો ને યજમાની કરવાની તક મળી છે
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ સહિત નવ દેશોએ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ પાંચ વખત યજમાની કરી છે. ભારતે 1951 અને 1982ની એશિયન ગેમ્સ તેમજ 2010ની કોમનવેલ્થ ગેમ્સ—આ ત્રણેય ઇવેન્ટનો સફળતાપૂર્વક દિલ્હીમાં આયોજાન કર્યું હતું.

અમેરિકાની ઓલિમ્પિક તૈયારીની આશાઓ વચ્ચે, અમદાવાદને મળેલી આ યજમાનીને સરકાર એક ‘ટેસ્ટ ઇવેન્ટ’ તરીકે પણ જુએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ખેલ મંત્રાલય અને ગુજરાત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી આ દિશામાં સતત પ્રયત્નશીલ હતા—જેનું પરિણામ આજે ગુજરાતને મળેલી આ મહાન સિદ્ધિ રૂપે સામે આવ્યું છે.
2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન પ્રથમવાર દિલ્હીની બહાર થશે, અને તે પણ ગેમ્સની 100મી વર્ષગાંઠે—જે ગુજરાત માટે બેવડી ગૌરવની ક્ષણ બનશે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
New Rules: ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારાના નવા નિયમો જાહેર




