Cricket:ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે એક ઐતિહાસિક અને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટમાં ભારતને 408 રનના રેકોર્ડ માર્જિનથી હરાવી 2-0 થી સિરીઝ પોતાના નામે કરી લીધી. ખાસ વાત એ છે કે ભારતને તેના જ ઘરમાં દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ પછી વ્હાઇટ વોશ કર્યો છે. આ પહેલાં વર્ષ 2000માં પ્રોટેઆઝે ભારતને બે ટેસ્ટની સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું.

Cricket:માત્ર 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ
બરસાપારા સ્ટેડિયમમાં બુધવારે 549 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતની બીજી ઇનિંગ્સ માત્ર 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આખી બેટિંગ લાઇનઅપ દક્ષિણ આફ્રિકાના સ્પિનર સાયમન હાર્મર સામે સંપૂર્ણપણે પડતી પડી ગઈ. હાર્મરે 6 વિકેટ લઈ ભારતમાં ઘેરા પાયે ધરાશાયી કરી નાખ્યું. ટીમ ઇન્ડિયાની તરફથી માત્ર રવિન્દ્ર જાડેજાએ થોડી લડત આપતા 54 રનની ઇનિંગ્સ રમી.
આ પહેલાં મંગળવારના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઇનિંગ્સ 260/5 પર ડિક્લેર કરી હતી. પ્રોટેઆઝે પ્રથમ ઇનિંગ્સમાં જ ઐતિહાસિક પ્રદર્શન આપતા 489 રનનો પર્વત સમો સ્કોર ઉભો કર્યો હતો, જ્યારે ભારત તેની પહેલી ઇનિંગ્સમાં માત્ર 201 રન પર સિમટાઈ ગઈ હતી. આ કારણે ટીમ ઇન્ડિયાને જીત માટે અશક્ય જેવા 549 રનનું લક્ષ્ય મળ્યું.

સિરીઝના પ્રથમ કોલકાતા ટેસ્ટમાં પણ દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું હતું અને તે સમયે પણ ભારતીય બેટિંગ મોટા પ્રશ્નો ઊભા કર્યા હતા.
Cricket:ઇતિહાસમાં ઘરઆંગણે ભારત માટે આ હાર અત્યંત દુર્લભ
ઇતિહાસમાં ઘરઆંગણે ભારત માટે આ હાર અત્યંત દુર્લભ અને ચિંતાજનક ગણાય છે. ટીમ મેનેજમેન્ટ માટે આ પરાજય માત્ર એક સિરીઝનો અંત નથી, પરંતુ ટીમની બેટિંગ તથા પ્રવૃત્તિ પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કરી ગયો છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો
Sanwariya Seth Temple:10 મિનિટના દર્શન, કરોડોનું દાન સાંવરિયા શેઠના ભંડારે મેવાડમાં મચાવી ધુમ




