Mumbai news :ટ્રાફિક-ફ્રી મુંબઈ તરફ મોટું પગલું: આખા રાજ્યમાં બનશે વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક.#MumbaiTraffic, #PatallLokProject, #FadnavisPlan

0
177
Mumbai news
Mumbai news

Mumbai news :મુંબઈના વધતા ટ્રાફિક જામને કાયમી રીતે હળવો કરવા મહારાષ્ટ્ર સરકારે મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરુ કર્યું છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (IIMUN) ના ‘યુથ કનેક્ટ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે રાજ્યમાં વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક, જેને તેમણે રમૂજી રીતે ‘પાતાળ લોક’, નામ આપ્યું છે, તૈયાર થશે.

Mumbai news

ફડણવીસે જણાવ્યું કે આ નેટવર્ક સમગ્ર રાજ્યમાં અનેક દિશાઓમાં ફેલાયેલું હશે, જેમાં હાલની રોડ સિસ્ટમની જેમ સમાંતર ટનલ રૂટ્સ પણ બનાવવામાં આવશે. મુંબઈની 60% વસ્તી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુસાફરી કરતી હોવાથી, ટ્રાફિકના વધતા બોજનેSant કરવાનું આ નેટવર્ક મહત્વપૂર્ણ બનશે.

Mumbai news :કોસ્ટલ રોડથી ભાયંદર–ઠાણે સુધીનો માર્ગ નોન-સ્ટોપ:

ફડણવીસે જણાવ્યું કે દક્ષિણ મુંબઈથી ભાયંદર સુધી કોસ્ટલ રોડ–વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનો કનેક્શન તૈયાર થઈ રહ્યો છે, જેમાં મુસાફરોને વચ્ચે ક્યાંય અટકવું નહીં પડે. લોકો પ્રતિ કલાક 80 કિમીની ઝડપે સફર કરી શકશે.

Mumbai news :પૂર્વ–પશ્ચિમ કનેક્ટિવિટીનો મોટો બ્રેકથ્રૂ:

થાણે–બોરીવલી અને મુલુંડ–ગોરેગાંવ ટનલના કામમાં ગતિ આવી છે, જે પૂર્ણ થયા પછી શહેરના પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આવન-જાવનમાં મોટી રાહત આવશે. બોરીવલી–ગોરેગાંવ વચ્ચે પશ્ચિમ હાઇવે જેવી નવો રોડ બનાવવાનો વિચાર પણ પ્રક્રિયામાં છે.

Mumbai news

વર્લી–શિવડી કનેક્ટર આગામી વર્ષે તૈયાર:
આ કનેક્ટર શરૂ થયા બાદ અટલ સેતુ અને નવી મુંબઈ એરપોર્ટ સુધી પહોંચવું ખૂબ સરળ બનશે.

Mumbai news :દક્ષિણ મુંબઈ માટે ખુશખબર:

ઇસ્ટર્ન ફ્રીવેના અંતિમ છેડેથી ગિરગાંવ ચોપાટી સુધીની સૌથી લાંબી ટનલ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ તૈયાર થઈ જાય તો દક્ષિણ મુંબઈની દાયકાઓ જૂની ટ્રાફિકની સમસ્યા મોટી હદ સુધી દૂર થઈ શકે છે.

મૂળભૂત રીતે, મુંબઇને ટ્રાફિકના ‘જામ’માંથી ‘જોશ’ તરફ લઈ જવાનો આ સરકારનો સૌથી મોટો પરિવર્તનકારી પ્રયત્ન ગણાશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :

PM Modi :અયોધ્યામાં મહાસમારોહની તૈયારીઓ ચરમસીમાએ- આવતીકાલે PM મોદી રામમંદિરના 191 ફૂટ ઊંચા શિખર પર ધર્મધ્વજ ફરકાવશે