PM Modi :અયોધ્યા રામમંદિરના ઇતિહાસમાં કાલનો દિવસ એક નવો અધ્યાય લખશે. પ્રથમ વખત મંદિરના 191 ફૂટ ઊંચા શિખર પર ધર્મધ્વજ ફરકાવવામાં આવશે, જેની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાથેથી થશે. આ ધજા ખાસ કરીને અમદાવાદના 6 કુશળ કારીગરોએ 25 દિવસની મહેનતથી તૈયાર કરી છે અને તે આજે રામ જન્મભૂમિ પર પહોંચી છે.

PM Modi :અયોધ્યા 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારાઈ

સમારોહને ભવ્ય બનાવવા માટે શહેરમાં 1000 ક્વિન્ટલ જેટલા ફૂલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- રસ્તાઓ પર રંગબેરંગી ફૂલોના આર્ક,
- રોશનીની લાઈનો,
- વિશાળ બેનરો અને મૉડર્ન સજાવટ—
અયોધ્યા આજે એક વિશેષ દૈવી રંગમાં રંગાઈ છે.
મ્યુનિસિપલ ટીમો દ્વારા મંદિર આસપાસનું સંપૂર્ણ સંચાલન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આજે સવારે 20થી વધુ સ્ટ્રીટ ડોગ્સ પકડીને વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવાયો.
PM Modi :5 લેયરની સુરક્ષા: હવાઈ દેખરેખથી લઈને કમાન્ડો સુધી તહેનાત

આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સૌથી કડક સ્તરે છે:
- SPG (PMની સુરક્ષા)
- NSG અને ATS કમાન્ડો
- CRPF, PAC,
- યુપી પોલીસ અને SSF
દસો કમાન્ડો દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે. હેલિકોપ્ટર દ્વારા હવાઈ સુરક્ષા દેખરેખ પણ શરૂ કરી દેવામાં આવી છે.
PM Modi :મોદી નો 1100 મીટર રોડશો અને VIP હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 1,100 મીટર લાંબો રોડ શો કરશે.
સાત સ્થળોએ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જે રામજીના જીવનપ્રસંગોને પ્રતિબિંબિત કરશે.
આજ બપોરે CM યોગી આદિત્યનાથ તૈયારીઓની સમીક્ષા કરી જ્યારે RSS વડા મોહન ભાગવત પણ શહેર પહોંચશે.
રામ મંદિર માટે 2 કરોડથી વધુ દાન આપનાર 100 વિશેષ દાતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
PM Modi :ધજાની ખાસિયતો – આધુનિક અને દૈવી સંયોજન
આ ધજા સામાન્ય ધજા નહીં પરંતુ સંશોધિત ડિઝાઈન ધરાવે છે:
- નાયલોન પેરાશૂટ ફેબ્રિક
- ડબલ-કોટેડ સિન્થેટિક પ્રોટેક્શન
- વરસાદ, તાપ અને ઝંઝાવાત સામે ટકાઉ
- સૂર્યવંશ, ‘ઓમ’ અને કોવિદર વૃક્ષના પ્રતીકો
આ ધજા લાંબા સમય સુધી અયોધ્યાની પવિત્ર હવાની સાથે લહેરાતી રહે તે માટે ખાસ ટેકનિકથી બનાવવામાં આવી છે.
25 નવેમ્બર ભક્તોને પ્રવેશ નહીં – ભીડ નિયંત્રણ માટે ટ્રાફિક પ્રતિબંધ
ટ્રસ્ટે વિનંતી કરી છે કે સામાન્ય ભક્તો 25 નવેમ્બે અયોધ્યા ન આવે અને રામલલ્લાના દર્શન ન કરે, કારણ કે આખું શહેર VVIP ઝોન બની જશે.
23 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી
- ટ્રક, ટ્રેક્ટર, DCM સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ
- આસપાસના 25 જિલ્લાઓમાં ટ્રાફિક ડાયવર્ઝન
પાયાની સાવચેતી સાથે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય બને.
વધુ સમાચાર માટે અહી ક્લિક કરો :
Mobile Addiction:7 કલાક સ્ક્રીન ટાઈમ અને ડિજિટલ ડિપેન્ડન્સી મોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત.




