CM Bhupendra Patel :ગુજરાતનો વિકાસ માત્ર રસ્તાઓ, પુલો અને પ્રોજેક્ટથી જ નથી માપાતો; ક્યારેક એક સંવેદનશીલ નિર્ણય પણ રાજ્યની સરકારે લોકો પ્રત્યે રાખેલી લાગણીને સ્પષ્ટ કરે છે. આવી જ એક ઘટના 23 નવેમ્બર, 2025ના રોજ જામનગરમાં જોવા મળી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકની ચિંતા દૂર કરવા તાત્કાલિક માનવતાભર્યો નિર્ણય લીધો.

જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન 24 નવેમ્બરે ટાઉનહોલ ખાતે યોજાનાર હતા. મહિનાઓથી ચાલતી તૈયારીઓ અંતિમ તબક્કે હતી ત્યારે ખબર મળી કે એ જ દિવસે મુખ્યમંત્રીનો જામનગરમાં જાહેર કાર્યક્રમ નક્કી છે. સુરક્ષા અને બંદોબસ્તને કારણે ટાઉનહોલ વિસ્તાર અસરગ્રસ્ત થવાની શક્યતા હતી, જે લગ્ન સમારંભ માટે મોટી મુશ્કેલી બની શકે.
પરિવારમાં ચિંતા વધતી ગઈ—મંડપ બદલવો પડશે? મહેમાનોને ફરી જાણ કરવી? એક જ દિવસમાં બધું બદલવું શક્ય પણ છે? આવી પરિસ્થિતિની જાણ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા જ CM ભૂપેન્દ્ર પટેલે વિલંબ કર્યા વગર સ્પષ્ટ આદેશ આપ્યો:

CM Bhupendra Patel :લગ્નમાં ખલેલ ન આવે; કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલો

આદેશ બાદ પ્રશાસન તરત જ સક્રિય થયું અને મુખ્યમંત્રીનો કાર્યક્રમ બીજા સ્થળે ખસેડવામાં આવ્યો. આ પગલાં માત્ર સ્થળાંતર નહોતું, પણ સ્પષ્ટ સંદેશ હતો — સરકાર માટે લોકોની લાગણી અને સુખસૂખાલો સર્વોપરી છે.
આ ઘટનાએ મુખ્યમંત્રીને એક સંવેદનશીલ નેતા તરીકે ફરી રજૂ કર્યા છે—જે વિકાસની ઝડપ સાથે માનવતાનું સંતુલન જાળવી શકે છે અને સામાન્ય નાગરિકની નાની ચિંતા પણ પોતાના નિર્ણયમાં પ્રથમ સ્થાન આપે છે.
CM Bhupendra Patel : આ જ છે “સૌનો સાથ, સૌનો વિકાસ” નું જીવંત ઉદાહરણ.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :




