Labour Reform :ભારતમાં લાગુ થયા નવા લેબર કોડ 40 કરોડ શ્રમિકોને મળશે સીધો લાભ.#LabourReform, #NewLabourCode, #WorkersRights,

0
102
Labour Reform
Labour Reform

Labour Reform :ભારત સરકારે 21 નવેમ્બરથી દેશના શ્રમ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો કર્યો છે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓને રદ્દ કરીને ચાર નવા લેબર કોડ્સ દેશમાં લાગુ કર્યા છે. આ સુધારાને શ્રમજીવીઓ માટે સ્વાભિમાન, સુરક્ષા અને સમાન હકનો નવો યુગ માનવામાં આવી રહ્યો છે.

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરતા જણાવ્યું કે આ સુધારો દેશના દરેક કામદારને સુરક્ષિત, પારદર્શક અને આધુનિક કામકાજની ગેરંટી આપશે. સરકારના દાવા અનુસાર, આ કોડ્સના અમલથી 40 કરોડથી વધુ શ્રમિકોને સીધો લાભ મળશે.

Labour Reform :

Labour Reform :નવા લેબર કોડના 10 સૌથી મહત્વપૂર્ણ લાભ

1️આધુનિક કાર્યપદ્ધતિ માટે કાનૂની સુરક્ષા

પૂર્વના મોટા ભાગના કાયદાઓ 1930–1950 દરમિયાન બન્યા હતા, જેમાં ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ અને માઇગ્રન્ટ લેબર્સનો કોઈ ઉલ્લેખ નહોતો.
➡️ હવે તમામ પ્રકારના શ્રમિકો કાનૂની સુરક્ષામાં આવશે.

2️ દરેક કર્મચારીને નિમણૂક પત્ર આપવો ફરજિયાત સમયસર વેતનની ગેરંટી

.
➡️ પ્રત્યેક જગ્યાએ લઘુત્તમ વેતન લાગુ થશે.
➡️ રોજગાર પ્રક્રિયામાં પારદર્શિતા વધશે.

3️⃣ 40+ ઉંમરના કર્મચારીઓ માટે મફત વાર્ષિક હેલ્થ ચેકઅપ

ખાસ કરીને જોખમી ક્ષેત્રોના કામદારોને વધારાની સુરક્ષા.
➡️ ખાણકામ, કન્સ્ટ્રક્શન, કેમિકલ ક્ષેત્રના લોકો માટે વિશેષ હેલ્થ કવર.

4️ગ્રેચ્યુઇટી હવે 1 વર્ષમાં જ મળશે

અગાઉ 5 વર્ષ સતત નોકરી ફરજિયાત હતી.
➡️ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મોટું લાભ.

Labour Reform :

5️મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ માટે વિશેષ સુરક્ષા

મહિલાઓ હવે પોતાની મંજૂરીથી નાઈટ શિફ્ટમાં કામ કરી શકે છે.
➡️ સમાન વેતનની ગેરંટી
➡️ કાર્યસ્થળ પર સુરક્ષા ફરજિયાત
➡️ ટ્રાન્સજેન્ડર કર્મચારીઓને પણ સમાન અધિકારો

6 Swiggy–Zomato ડિલિવરી બોય, ઓલા–ઉબર ડ્રાઈવર હવે સુરક્ષા નેટમાં.

➡️ એગ્રીગેટર કંપનીઓને ટર્નઓવરનું 1–2% યોગદાન કરવું પડશે.
➡️ UAN નંબરથી રાજ્ય બદલવા પર પણ લાભ ચાલુ રહેશે.

7️ઓવરટાઈમ માટે ડબલ પેમેન્ટ ફરજિયાત

ઓવરટાઈમના નામે શોષણ અટકશે.
➡️ કાયદેસર ડબલ વેતન મળશે.

8️કોન્ટ્રાક્ટ, માઇગ્રન્ટ અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને પણ સુરક્ષા

➡️ લઘુત્તમ વેતન
➡️ સામાજિક સુરક્ષા
➡️ કામની ગેરંટી

9️કંપનીઓના પાલનની પ્રક્રિયા સરળ થશે.
➡️ લાલફીતાશાહી ઘટશે
➡️ ઉદ્યોગોને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ મળશે

🔟 ઇન્સ્પેક્ટરો હવે દંડ કરવાને બદલે માર્ગદર્શન આપશે.
➡️ બે સભ્યોના ટ્રિબ્યુનલમાં શ્રમિકો સીધી ફરિયાદ કરી શકશે.

Labour Reform :નવા લેબર કોડ સાથે ભારતના કાર્યક્ષેત્રમાં મોટો ફેરફાર

આ સુધારો માત્ર કાયદાકીય નહીં, પરંતુ ભારતના શ્રમ જગતમાં આધુનિક યુગની શરૂઆત કરતો પગલું માનવામાં આવે છે.
કર્મચારીઓ માટે સુરક્ષા, પારદર્શિતા અને ગિગ અર્થતંત્રના ઉદય સાથે સુસંગત નીતિ—આ કોડ્સ દેશને લાંબા ગાળે સુરક્ષાની નવી વ્યાખ્યા આપશે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

CJI OATH CEREMONY:દેશના 53મા CJI તરીકે સૂર્યકાંતનો ઐતિહાસિક શપથ: પ્રથમ વખત 7 દેશોના મુખ્ય ન્યાયાધીશો ભારતની સાક્ષી બનશે.