Historic Day in Bihar:ગાંધી મેદાનમાં ભવ્ય શપથ સમારોહ: નીતિશ 10મી વખત CM, બે ડેપ્યુટી CMની નિમણૂંક.#NitishKumar, #BiharCM, #10thOath, #BiharPolitics,

0
150
Historic Day in Bihar
Historic Day in Bihar

Historic Day in Bihar:બિહારના રાજકારણમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. નીતીશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પટનાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ जेपी નડ્ડા, તેમજ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.

Historic Day in Bihar:

Historic Day in Bihar:PM મોદી સમારોહમાં હાજર, સુરક્ષા SPGના હાથમાં

વડાપ્રધાન મોદી ખાસ હેલીકોપ્ટર દ્વારા સમારોહમાં પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારની સુરક્ષા SPGને સોંપવામાં આવી હતી. ઉપરાંત, આસામ, હરિયાણા, ગુજરાત, મેઘાલય, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના નવ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા.

Historic Day in Bihar:સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા બન્યા ઉપમુખ્યમંત્રી

બિહારની નવી NDA સરકારમાં BJP ક્વોટામાંથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ ઉપમુખ્યમંત્રી  પદનો શપથ લીધો. વિજય સિંહાએ પદ અને ગુપ્તતાનો શપથ લઈને પોતાની જવાબદારી સંભાળી.

Historic Day in Bihar:

Historic Day in Bihar:ચિરાગ માંઝી અને નડ્ડાને પગે લાગ્યા – સમારોહમાં માન-સન્માનના દ્રશ્યો

મંચ પર કેટલાક નેતાઓ દ્વારા વરિષ્ઠ નેતાઓને પગે લાગી સન્માનનો ભાવ વ્યક્ત કરાતા ક્ષણો ચર્ચામાં રહ્યા. ખાસ કરીને ચિરાગ પાસવાનનો આ ભાવનાત્મક હાવભાવ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાસ્પદ બન્યો.

Historic Day in Bihar:કુલ 26 મંત્રીઓનો શપથ

નવી કેબિનેટમાં કુલ 26 મંત્રીઓએ શપથ લીધો છે. જેમાં JDU, BJP અને સાથી પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. મુખ્ય નામો આ મુજબ છે:

  • સમ્રાટ ચૌધરી
  • વિજય કુમાર સિંહા
  • વિજય કુમાર ચૌધરી
  • વિજેન્દ્ર યાદવ
  • શ્રવણ કુમાર (જેડીયુ)
  • મંગલ પાંડે
  • ડૉ. દિલીપ જયસ્વાલ
  • અશોક ચૌધરી
  • લેસી સિંહ
  • મદન સાહની
  • નીતિન નવીન
  • રામકૃપાલ યાદવ
  • સંતોષ કુમાર સુમન
  • સુનિલ કુમાર
  • મોહમ્મદ જામા ખાન
  • સંજય સિંહ ‘ટાઈગર’
  • અરુણ શંકર પ્રસાદ
  • સુરેન્દ્ર મહેતા
  • નારાયણ પ્રસાદ
  • રમા નિષાદ
  • લખેન્દ્ર કુમાર રોશન
  • શ્રેયસી સિંહ
  • ડૉ. પ્રમોદ કુમાર
  • સંજય કુમાર
  • સંજય સિંહ
  • દીપક પ્રકાશ

બિહારની રાજનીતિમાં NDA’ સરકારની શરૂઆત

આ શપથગ્રહણ સાથે બિહારની નવી NDA સરકાર સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે. નીતિશ કુમારના દાયકાના શપથ સાથે રાજ્યની રાજનીતિમાં નવા સત્તાસંતુલન અને નીતિઓની શરૂઆત થવાની શક્યતા છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

PINK BRTS:ગુજરાતની પ્રથમ પિંક BRTS બસ આજે સુરતમાં દોડશે; મહિલા ડ્રાઈવર નિશા શર્મા સાથે માત્ર મહિલાઓ માટે ખાસ સેવા શરૂ