Poaching Racket Exposed: અમીરગઢ જંગલમાં હાઈ-અલર્ટ ઓપરેશન વન વિભાગે 10 શિકારીઓને પકડી પાડ્યા. #Amirgarh, #PoachingCase, #WildlifeCrime

0
134
Poaching Racket Exposed
Poaching Racket Exposed

Poaching Racket Exposed: વન વિભાગ અને પોલીસે 16 કલાકના કોમ્બિંગ ઓપરેશન બાદ બનાસકાંઠાના અમીરગઢ જંગલમાંથી 10 શિકારીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ જંગલમાં નીલગાયનો ગેરકાયદે શિકાર કરતું હતું. વન્યજીવ રેન્જ ઇકબાલગઢની કપાસિયા રાઉન્ડમાં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના સ્ટાફને બાતમી મળી કે કેટલાક અજાણા શખ્સો શિકારના ઇરાદે જંગલમાં પ્રવેશ્યા છે. ત્યારબાદ સ્ટાફે સર્ચ શરૂ કર્યું, ત્યાંજ જંગલની અંદરથી બંદૂકના ધડાકા સાંભળાતા ટીમ સતર્ક થઈને તે દિશામાં આગળ વધવા લાગી હતી.

Poaching Racket Exposed:

Poaching Racket Exposed: મળતી માહિતી અનુસાર, બંદૂકના અવાજ બાદ વન વિભાગે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરેલ અને ત્યારબાદ અમીરગઢ પોલીસ પણ ઓપરેશનમાં જોડાઈ હતી. બંદૂકનો અવાજ બંધ થઈ ગયો હોવા છતાં ચોક્કસ બાતમીને આધારે ટીમે જંગલને સાવચેતીપૂર્વક ખૂંદવાનું શરૂ કર્યું. સતત 16 કલાક ચાલેલા સર્ચ ઓપરેશન બાદ ટીમને 10 સભ્યોની શિકારી ગેંગ મળી આવી. જોકે ચાર શખ્સો અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

Poaching Racket Exposed: નીલગાયનો શિકાર કરી માંસ થેલીઓમાં ભરતી વખતે ઓપરેશન ટીમે પકડી પાડ્યા

જ્યારે ઓપરેશન ટીમ સ્થળ પર પહોંચી ત્યારે શિકારીઓ એક નીલગાયને મારી તેનું માંસ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રહ્યા હતા. સ્થળ પરથી પાંચ બંદૂકો જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી ચાર બંદૂક લાઇસન્સ વગરની હતી. ગેરકાયદે શિકાર, ગેરકાયદે હથિયારો તથા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તમામ 10 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. બાદમાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમના જામીન નામંજૂર થતાં તેમને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે.

Poaching Racket Exposed: RFO શક્તિસિંહ પરમારે જણાવ્યું હતું

Poaching Racket Exposed:

 17મી તારીખે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં જ તરત જ ટીમને સક્રિય કરાઈ હતી. બંદૂકના અવાજ સાંભળાતા ટીમ અને પોલીસએ એકસાથે કોમ્બિંગ હાથ ધર્યું. “અમારા પહોંચ્યા ત્યારે તેઓ પાસે બંદૂકો હતી અને એક નીલગાયનો શિકાર કરીને તેનું માંસ ભરાઈ રહ્યું હતું,” એમ તેમણે જણાવ્યું. પરમાર અનુસાર, કુલ 14 શખ્સો શિકારમાં હતા, પરંતુ 4 શખ્સો ભાગી છૂટતાં 10ને જ ઝડપી શકાયા હતા.

વન વિભાગ અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી અમીરગઢના જંગલમાં ચાલતો ગેરકાયદે શિકારનો રૅકેટ બહાર આવ્યો છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે અને ભાગી ગયેલા ચાર શખ્સોની શોધ પણ ચાલુ છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :

Anmol Bishnoi Deported from US:અમેરિકાથી ડિપોર્ટ થયેલો ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ NIAની કસ્ટડીમાં.