Missing Child:બાળકો ગુમ થવાના આંકડાથી સુપ્રીમ કોર્ટ ચોંક્યું- દર 8 મિનિટે એક બાળક અદૃશ્ય.#Supreme Court,#ChildSafety,#ChildTrafficking

0
137
Supreme Court
Supreme Court

Missing Child:#Supreme Court,#ChildSafety,#ChildTraffickingભારતમાં ગુમ થનારા બાળકો અંગે આવેલા એક ચોંકાવનારા અહેવાલે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતામાં મૂકી દીધું છે. મંગળવારે (18 નવેમ્બર) સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની Division Bench એ જણાવ્યું કે દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને બાળસુરક્ષા બેેય માટે અત્યંત ચિંતાજનક છે.

Missing Child:

Missing Child:દત્તક પ્રક્રિયા જટિલ, તેથી ગેરકાયદે માર્ગોનો વધારો

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું કે દત્તક પ્રક્રિયા અત્યંત જટિલ હોવાથી લોકો ગેરકાયદે માર્ગો દ્વારા બાળક મેળવવાનો પ્રયાસ કરે છે. Benchએ ભારપૂર્વક કહ્યું કે:

“બાળકોનું ગુમ થવું ખૂબ ગંભીર મુદ્દો છે. દત્તક પ્રક્રિયા સરળ ન હોય તો લોકો ગેરકાનૂની રસ્તા અપનાવે છે.”

Missing Child:ગુમ થયેલા બાળકો માટે દરેક રાજ્યમાં નોડલ અધિકારી ફરજિયાત

સુપ્રીમ કોર્ટએ અગાઉ (14 ઓક્ટોબર) જ કેન્દ્રને તમામ રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોમાં ગુમ થયેલા બાળકોના કેસો સંભાળવા માટે નોડલ અધિકારી નિમવા કહ્યું હતું.
આ અધિકારીઓની માહિતી મિશન વાત્સલ્ય પોર્ટલ પર ફરજિયાત અપડેટ કરવાની રહેશે.

કેન્દ્ર સરકારએ નોડલ અધિકારીઓની નિમણૂક માટે 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટએ તેને નકારી કાઢી અને 9 ડિસેમ્બર સુધી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો.

Missing Child:

Missing Child:બાળ તસ્કરી પર NGOની અરજીએ ઉથલપાથલ

ગુરિયા સ્વયંસેવક સંસ્થાન’ નામની NGOએ અપહરણ અને બાળ તસ્કરીના વધતા કેસોને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
NGOએ ઉત્તર પ્રદેશના છેલ્લા વર્ષના 5 કેસો કોર્ટ સમક્ષ રાખ્યા, જેમાં સગીર બાળકોનું અપહરણ કરીને તેમને મધ્ય પ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાનમાં તસ્કરી કરવામાં આવી હતી.

કોર્ટના નિર્દેશથી આશા: કેસોના ઉકેલમાં ગતિ આવશે

સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ બાદ અપેક્ષા છે કે—

  • ગુમ થયેલા બાળકોના કેસો ઝડપથી ઉકેલાશે
  • ગેરકાયદે દત્તક ગેંગ્સ પર નિયંત્રણ મજબૂત થશે
  • દત્તક પ્રક્રિયા વધુ સરળ બની શકે
  • બાળ સુરક્ષાને લઈને રાષ્ટ્રીય સિસ્ટમ વધુ જવાબદાર બનશે

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Jagdish mehta :  હેડલાઈનનું ‘ખરેખર માલિક કોણ?’ : ભળતા નામે દૈનિક પ્રસિદ્ધ કરી 40 લાખની ખંડણી માંગણી કરતાં જગદીશ મહેતા સામે નોંધાઈ ફરિયાદ