Modasa Horror:#AmbulanceFire,#ModasaAccident,#OxygenCylinderBlast,અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારની મધરાતે એક હૃદય કંપાવી દેતી ઘટના બની. સારવાર માટે અમદાવાદ લઈ જતી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં નવજાત બાળક સહિત કુલ 4 લોકો જીવતા ભડથું થઈ ગયા. Ahmedabadની ઓરેન્જ હોસ્પિટલની આ એમ્બ્યુલન્સના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

Modasa Horror:પ્રાથમિક કારણ: ઓક્સિજન સિલિન્ડર ફાટ્યાની શંકા
અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારીકે જણાવ્યું કે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક સંભાવના છે. જોકે આગનું ચોક્કસ કારણ FSLની તપાસ બાદ સ્પષ્ટ થશે.

Modasa Horror:ત્રીજું બાળક પણ નહોતું બચી શક્યું
લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશ મોચીના ત્રીજા બાળકનો જન્મ લુણાવાડામાં થયો હતો. અગાઉ બે બાળકોનું પણ અવસાન થયું હતું. તાજા જન્મેલા બાળકને વધુ સારી સારવાર માટે પહેલા મોડાસા અને પછી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની એમ્બ્યુલન્સ જ પરિવારને લેવા આવી હતી.
મધરાતે ભડકેલી આગમાં ચારનાં મોત
એમ્બ્યુલન્સ ધનસુરા રોડ પર જઈ રહી હતી ત્યારે પાછળના ભાગે આગ લાગી. SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે પાછળ બેઠેલા ચાર લોકો ઘટનાસ્થળે જ સળગી મોતને ભેટ્યા હતા, જ્યારે આગળ બેઠેલા ત્રણ લોકો દાઝીને બહાર નીકળી શક્યા.

Modasa Horror:ફાયર ટીમ તુરંત દોડી, છતાં ચારનાં જીવન બચી ન શક્યાં
ફાયર અધિકારી હેમરાજ વાઘેલાના જણાવ્યા મુજબ રાતે 1:40 વાગ્યે કોલ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ કાબૂમાં લીધી. શરૂઆતમાં ત્રણનાં મોતની માહિતી મળી હતી, જ્યારે થોડા કલાકોમાં નવજાતના પિતાનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું.
Modasa Horror:મૃતકોના નામ
- જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચી (38) – નવજાતના પિતા, લુણાવાડા
- તાજું જન્મેલું બાળક (1 દિવસ)
- ડૉ. રાજકરણ શાંતિલાલ રેટિયા (30) – ચાંદખેડા, અમદાવાદ
- નર્સ ભૂરીબેન રમણભાઈ મનાત (23) – ઓઢા ભડવચ, અરવલ્લી
દાઝીને બચી ગયેલા ઈજાગ્રસ્તો
- અંકિતભાઈ ઠાકોર (24) – એમ્બ્યુલન્સ ડ્રાઈવર
- ગૌરાંગ મોચી (40) – નવજાતના કાકા
- જીતાબેન મોચી (60) – નવજાતની દાદી
પોલીસ તપાસ શરૂ, FSL ટીમ પહોંચી
ઘટના અંગે પોલીસ દ્વારા પંચનામું કરી તપાસ શરૂ કરવામાં આવી છે. IPC ધારા 194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. FSLની ટીમ આગનું કારણ શોધવા તપાસ કરી રહી છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો
Tathya patel case update : 2 વર્ષ બાદ તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જફ્રેમ થઈ




