Rajkot cooperative bank : #jayeshradadiya , #farmerhelp , #rcb , રાજ્ય સરકાર દ્વારા માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત બાદ હવે રાજકોટ જિલ્લા સહકારી બેંક પણ ખેડૂતોની વ્હારે આવી છે. બેંકે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે ‘ખાસ કૃષિ લોન’ યોજના જાહેર કરી છે.

Rajkot cooperative bank : : કેટલી મળશે લોન ?

આ યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષ માટે 0% વ્યાજે લોન આપવામાં આવશે. હેક્ટર દીઠ ₹12,500 સુધી અને વધુમાં વધુ ₹65,000 સુધીની લોન ઉપલબ્ધ કરાશે. આ યોજના દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લાના અંદાજે 2.25 લાખ ખેડૂતોને લાભ મળશે.
બેંકના ચેરમેન જયેશ રાદડિયાના જણાવ્યા મુજબ આ લોન ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનની ભરપાઇ કરવા અને રવિ પાકના વાવેતર માટે મોટી મદદરૂપ બનશે.
Rajkot cooperative bank : ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર

ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વધારે સમાચાર વાંચવા માટે અહી નીચે ક્લિક કરો




