દિલ્હીમાં ભયંકર વિસ્ફોટ #delhi #blast #lalkilla: ચાંદની ચોક પાસે લાલ કિલ્લા નજીક કારમાં મોટો ધડાકો #delhi #blast #lalkilla દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં આજે સાંજે લાલ કિલ્લા નજીક એક કારમાં ભારે વિસ્ફોટ થયો હોવાનું માહિતી મળી છે. આ બ્લાસ્ટમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે , અનેક લોકો ઘાયલ છે , પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારનો મોટો ભાગ ધુમાડાથી ઢંકાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી જઈ બચાવ અને તપાસ કામગીરી શરૂ કરી દીધી છે.







દિલ્હીમાં ભયંકર વિસ્ફોટ
બ્લાસ્ટ બાદ આખા દિલ્હીમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ,




દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે અને વિસ્ફોટનું કારણ શોધવા માટે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર હંમેશા ભારે ટ્રાફિક અને ભીડવાળો હોવાથી સુરક્ષાના દ્રષ્ટિકોણથી સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, કારમાં ગેસ સિલિન્ડર અથવા વિસ્ફોટક સામગ્રી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, હજી સુધી કોઈ આતંકવાદી એંગલની પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતીની રાહ જોવાની અપીલ કરી છે.
લાલ કિલ્લા અને ચાંદની ચોક જેવા ઐતિહાસિક અને પર્યટન સ્થળો નજીક આ પ્રકારનો વિસ્ફોટ સુરક્ષા તંત્ર માટે મોટો ચેતાવણી સંકેત છે. હાલ સમગ્ર વિસ્તાર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે




