Petrol Pump Dealers:ભારતમાં ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાની સરકારની E20 નીતિ હવે વિવાદના નવા ચરણમાં પહોંચી છે. સામાન્ય લોકો બાદ હવે પેટ્રોલપંપ સંચાલકો અને એસોસિયેશનો પણ આ નીતિના વિરોધમાં ઊતર્યા છે. સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડીલર એસોસિયેશને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી ગંભીર સમસ્યાઓ અને લાખો રૂપિયાનું નુકસાન થવાનું દાવો કર્યો છે.

Petrol Pump Dealers:ભેજ અને પાણીથી ઇથેનોલ અલગ થઈ જાય છે
એસોસિયેશનના પ્રમુખ સુરેશ દેસાઈએ જણાવ્યું કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી, ટાંકીમાં જરા પણ પાણી ઘૂસે તો પેટ્રોલ અને ઇથેનોલ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને બંને અલગ પડી જાય છે.
Petrol Pump Dealers: “ઇથેનોલનું વજન પેટ્રોલ કરતાં વધુ હોય છે, તેથી એ ટાંકીના તળિયે બેસી જાય છે. જ્યારે પેટ્રોલ ગ્રાહકોને ભરવામાં આવે છે, ત્યારે નીચેથી ઇથેનોલ વધુ મળે છે, જે વાહનના એન્જિન માટે નુકસાનકારક છે,” દેસાઈએ જણાવ્યું.

આ પરિસ્થિતિમાં ગ્રાહકોને વાહનના એન્જિનમાં તકલીફો પડે છે અને પછી તેઓ ફરિયાદ લઈને પેટ્રોલપંપ સંચાલક પાસે આવે છે.
Petrol Pump Dealers:ચોમાસામાં સૌથી મોટી મુશ્કેલી
સુરતમાં પેટ્રોલપંપ ચલાવતા નિશીથ દેસાઈએ જણાવ્યું કે ચોમાસામાં આ સમસ્યા વધુ ગંભીર બને છે.
“ટાંકીમાં પાણી ઘૂસે એટલે ઇથેનોલ અલગ થઈ જાય છે. એ પછી આખું મિશ્રણ વેસ્ટ થઈ જાય છે અને ફેંકી દેવું પડે છે,” એમ તેમણે જણાવ્યું.
તેમના મતે, 20 હજાર લિટર ક્ષમતા ધરાવતી ટાંકીમાંથી કેટલીકવાર હજારો લિટર પેટ્રોલ વપરાશ લાયક રહેતું નથી — જેનાથી સંચાલકોને લાખોનું નુકસાન થાય છે.
Petrol Pump Dealers:પેટ્રોલના ભાવમાં ઘટાડો કેમ નહીં?
સરકારની E20 નીતિ હેઠળ પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઓછી (લગભગ ₹65 પ્રતિ લિટર) હોવા છતાં, પેટ્રોલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી — જેના કારણે સામાન્ય લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી.

Petrol Pump Dealers:જૂનાં વાહનોને પણ નુકસાન
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ BS6 પ્રકારના એન્જિન માટે યોગ્ય ગણાય છે, પરંતુ 2018 પહેલાંના ઘણા વાહનોમાં આ ફ્યૂઅલ એન્જિનને નુકસાન પહોંચાડે છે. માઇલેજમાં પણ ઘટાડો થાય છે.

પેટ્રોલપંપ એસોસિયેશનની માંગણી
સાઉથ ગુજરાત પેટ્રોલપંપ એસોસિયેશને સરકારે નીચે મુજબની માંગણી કરી છે:
- દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન E20 ફ્યૂઅલ બંધ રાખવું.
- દરેક પેટ્રોલપંપ પર અલગ ટાંકીની વ્યવસ્થા કરવી — એક ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ માટે અને બીજી શુદ્ધ પેટ્રોલ માટે.
- પેટ્રોલપંપની ટાંકી અને પાઇપલાઇનની નિયમિત તપાસ ફરજિયાત કરવી.
Petrol Pump Dealers:સરકારનો આગામી નિર્ણય મહત્વનો
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે, પરંતુ તેની તકનીકી ખામીઓ હવે સ્પષ્ટ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે પેટ્રોલપંપ સંચાલકોના આ ગંભીર આક્ષેપો બાદ કેન્દ્ર સરકાર આ મુદ્દે શું પગલાં લે છે અને દરિયાકાંઠાના વિસ્તારો માટે કોઈ વિશેષ રાહત આપે છે કે નહીં.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :




