Kutch news:#kutch ,#PhoneBlast,#KutchUpdatesલખપત તાલુકાના ભાડરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 14 વર્ષના કિશોરના ખિસ્સામાં રાખેલો મોબાઇલ અચાનક ફાટ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સદનસીબે, કિશોરને સામાન્ય ઈજાઓ થઈ છે અને મોટી જાનહાનિથી બચી ગયો છે.

મળતી માહિતી મુજબ, લખપત તાલુકાના ભાડરા ગામના રહેવાસી રાજવીર અરવિંદ પાયર, ઉંમર 14 વર્ષ, પોતાના ખિસ્સામાં સ્માર્ટફોન રાખીને દૈનિક કામમાં વ્યસ્ત હતો. અચાનક મોબાઈલમાંથી ધુમાડો નીકળ્યો અને જોરદાર અવાજ સાથે તે ફાટી ગયો. આ ઘટના થતાની સાથે જ રાજવીરે તાત્કાલિક રીતે ફોન ખિસ્સામાંથી કાઢીને બહાર ફેંકી દીધો હતો.
Kutch news:મોબાઈલ ફાટવાનું પ્રાથમિક કારણ
પરંતુ, ફોન ફેંક્યા બાદ પણ ત્યાં વધુ બે ધડાકા થયા હતા, જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા અને કિશોરને સુરક્ષિત સ્થળે ખસેડ્યો. આ ઘટનાથી પરિવારજનો અને ગામલોકોમાં દહેશત ફેલાઈ હતી. રાજવીરને હળવી ઈજાઓ થઈ હતી અને સ્થાનિક તબીબી સેન્ટર ખાતે તેનું સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું.

ફોન કેમ ફાટ્યો તે બાબત હજી સ્પષ્ટ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, મોબાઈલની બેટરી ઓવરહીટ થવાને કારણે વિસ્ફોટ થયો હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
Kutch news:વિજ્ઞાનીઓ મુજબ,

ગરમીમાં મોબાઈલનો અતિરેક ઉપયોગ, ઓરિજિનલ ચાર્જરનો અભાવ અથવા બેટરી ડેમેજ જેવી પરિસ્થિતિઓમાં આવી ઘટનાઓ બનતી હોય છે.
લખપત પોલીસે ઘટના અંગે માહિતી મેળવી તપાસ શરૂ કરી છે. હાલ કિશોરની સ્થિતિ સ્થિર છે.
આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે મોબાઇલનો સુરક્ષિત ઉપયોગ કરવો અને ઓવરચાર્જિંગથી બચવું ખૂબ જ જરૂરી છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
Rajkot Ready for Cricket: ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે 3 વન-ડે મેચની શ્રેણી રાજકોટમાં.




