Rajkot Ready for Cricket: ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે 3 વન-ડે મેચની શ્રેણી રાજકોટમાં.#india,#rajkot,#cricket

0
242
Rajkot Ready for Cricket
Rajkot Ready for Cricket

Rajkot Ready for Cricket: #india,#rajkot,#cricket,ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચે 3 વન-ડે મેચની શ્રેણી રાજકોટમાંરાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની તાજેતરની ટી-20 શ્રેણી પૂરાં થતાં જ હવે સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યું છે. ઇન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ વચ્ચેની ત્રણ વન-ડે મેચની શ્રેણી 13 નવેમ્બર 2025થી રાજકોટ ખાતે રમાવાની છે. બંને ટીમના ખેલાડીઓ 10 નવેમ્બર 2025ના રોજ રાજકોટ પહોંચશે અને કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરશે.

Rajkot Ready for Cricket:

Rajkot Ready for Cricket: સુવિધાઓ અને સ્પેશિયલ વ્યવસ્થાઓ

સયાજી હોટલ ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર રૂમ સજાવટ કરવામાં આવી છે. સાથે જ તેમને મનપસંદ ગુજરાતી વાનગીઓ જેવી કે ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવશે. હોટલમાં જીમ, સ્વિમિંગ પૂલ અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તમામ ત્રણ મેચના દર્શન માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેથી ક્રિકેટ રસિકો આનંદ માણી શકે.

ભારત-A ટીમની આગેવાની

ટીમ ઇન્ડિયા-A ને કપ્તાન તિલક વર્મા અને વાઇસ કપ્તાન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમાવાની છે. તાજેતરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ટી-20 શ્રેણીમાં 2-1થી હરાવીને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ શ્રેણીમાં અભિષેક શર્મા, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની અપેક્ષા છે.

Rajkot Ready for Cricket:

Rajkot Ready for Cricket: બેટિંગ-ફ્રેન્ડલી પિચ પર હાઈ સ્કોરિંગની આશા

રાજકોટની પિચ હંમેશા બેટિંગ-ફ્રેન્ડલી ગણાય છે, તેથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો મુજબ, ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન આપી ક્રિકેટ પ્રેમીઓને આનંદ આપશે.

Rajkot Ready for Cricket:

Rajkot Ready for Cricket:રાજકોટ સ્ટેડિયમનો ઈતિહાસ

આ શહેરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. તાજેતરમાં જાન્યુઆરી 2025માં ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ રાજકોટમાં પ્રથમ વખત મહેમાન બની હતી અને આયર્લેન્ડ સામે 3-0થી શ્રેણી જીત મેળવી હતી.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Kirti Patel : 9 ગુનામાં સંડોવણીનો ખુલાસો, કીર્તિ પટેલ વડોદરા જેલમાં ધકેલાઈ,