Prahlad Modi : વાજબી ભાવ દુકાનદારોમાં ઉગ્ર નારાજગી સરકારે સમજૂતીનો ભંગ કર્યો.#prahladmodi,#gujrat,#fairshop

0
171
prahlad modi
prahlad modi


Prahlad Modi :#prahladmodi,#gujrat,#fairshop,રાજ્યના વાજબી ભાવની દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે. ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સરકારે 4 નવેમ્બર, 2025ની સમજૂતીનો ભંગ કરીને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર તરત જ નવો પરિપત્ર પાછો ખેંચશે નહીં, તો સમગ્ર રાજ્યના દુકાનદારો આંદોલનના માર્ગે ઉતરશે.

Prahlad Modi :

Prahlad Modi :સમજૂતીનો ભંગ કરવાનો આક્ષેપ

4 નવેમ્બરનાં રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રીઓ, અગ્ર સચિવ અને ટોચના અધિકારીઓની હાજરીમાં દુકાનદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ શરતો પર સહમતી થઈ હતી, પરંતુ એસોસિયેશનના જણાવ્યા મુજબ 7 નવેમ્બરે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં આ સમજૂતીનો ભંગ થયો છે.

પ્રહલાદ મોદીએ કહ્યું કે, “ચર્ચા દરમિયાન જે નક્કી થયું હતું, તે મુજબ પરિપત્ર સુધારીને આપવા સરકાર સંમત થઈ હતી, પરંતુ નવા પરિપત્રમાં ચર્ચાથી વિપરિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દુકાનદારો સાથેની છેતરપિંડી સમાન છે.”

Prahlad Modi :કલમ નં. 2 પર વાંધો

પરિપત્રની કલમ નં. 2 મુજબ દુકાન સંચાલન સંબંધિત વ્યવસ્થા મામલતદાર અથવા કલેક્ટર ઓફિસના કર્મચારીઓ કરશે. પરંતુ દુકાનદારોનું કહેવું છે કે તેમાં પ્રતિનિધિઓની હાજરી ફરજિયાત કરવાની સ્પષ્ટતા નથી, જે પારદર્શિતાને ખંડિત કરે છે.

Prahlad Modi :

Prahlad Modi :બાયોમેટ્રિક ઓથન્ટિકેશનના નવા નિયમ પર વિવાદ

એસોસિયેશન મુજબ, 4 નવેમ્બરની બેઠકમાં માત્ર બે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન લેવાની સહમતી થઈ હતી. જોકે નવા પરિપત્રમાં 1 એપ્રિલ, 2026થી 50 ટકા સભ્યો (અંદાજે 5 થી 6 સભ્યો)ના બાયોમેટ્રિક ઓથન્ટિકેશન ફરજિયાત કરાયું છે.
દુકાનદારોનું કહેવું છે કે આ નિર્ણય વ્યવહારિક રીતે મુશ્કેલ છે અને સમજૂતીના મૂળ ભાવને ખંડિત કરે છે.

Prahlad Modi :70 હજાર દુકાનદારોમાં ઉગ્ર અસંતોષ

રાજ્યના આશરે 70 હજાર વાજબી ભાવના દુકાનદારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. એસોસિયેશનના આગેવાનોના જણાવ્યા મુજબ, અધિકારીઓએ મંત્રીઓને સાચી માહિતી આપ્યા વિના મનપસંદ નિર્ણયો લાદી દીધા છે. તેમનો આક્ષેપ છે કે “કહેવાતી સંવેદનશીલ સરકાર અધિકારીઓના દબાણમાં આવી ગઈ છે અને અધિકારીઓ પોતાની સર્વોપરીતા સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.”

Prahlad Modi :

ગરીબોની આશાઓ પર પાણી ફરી વળ્યું’

પ્રહલાદ મોદીએ જણાવ્યું કે “ગરીબ અને જરૂરિયાતમંદ રેશનકાર્ડધારકોની સમસ્યાઓ સમજીને સરળ વ્યવસ્થા કરવાની જગ્યાએ, અધિકારીઓએ વધુ જટિલ પ્રક્રિયા લાદી છે, જેના કારણે 4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર પાણી ફરી વળ્યું છે.”

રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે હજી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ દુકાનદારોના આક્ષેપોને લઈને પુરવઠા વિભાગ પર દબાણ વધતું જઈ રહ્યું છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

shankar chodhari : મને હેરાન ન કરશો નહિ તો મને ……. શંકર ચોધરી કેમ થયા ગુસ્સે.