Geniben Thakor:મંત્રીમંડળમાં ઠાકોર સમાજ સાથે અન્યાય થયો: ગેનીબેન ઠાકોરનું નિવેદન,#ThakorSamaj, #GeniBenThakor, #AlpeshThako,

0
233
geniben thakor
geniben thakor

Geniben Thakor:,ThakorSamaj, #GeniBenThakor, #AlpeshThakor,બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડોતર ગામે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજના સંયુક્ત તત્વાવધાન હેઠળ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ હાજર રહ્યા, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એક જ મંચ પર જોવા મળ્યા.જોકે, રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા, જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. મનાય છે કે તેઓ અંબાજીમાં યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમને કારણે હાજરી આપી શક્યા ન હતા.

Geniben Thakor:

Geniben Thakor: “સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે

બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે,વર્તમાન સરકારે ઠાકોર સમાજ સાથે અન્યાય કર્યો છે. સરકારની યોજનાઓ હોય કે મંત્રીમંડળમાં સ્થાન – દરેક સ્તરે સમાજને યોગ્ય પ્રતિકાર મળ્યો નથી.”તેમણે વધુમાં ઉમેર્યું કે,ઠાકોર સમાજના લગભગ 38 ધારાસભ્યો હોવા છતાં મંત્રીમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. શાસક પક્ષના ધારાસભ્યો બોલી શકતા નથી, પણ હું વિપક્ષ તરીકે કહી શકું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઈ છે.”

Geniben Thakor: અલ્પેશ ઠાકોરનો નિવેદન – “અમારા સંગઠનના સ્વરૂપજીને મંત્રી બનાવ્યા”

Geniben Thakor:

ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે,આ કાર્યક્રમ સમાજને એકતાના સંદેશ સાથે આગળ વધારવાનો છે. ઠાકોર સમાજને બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાવવો છે.”અમારા જ સંગઠનના સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવ્યા છે, જે બદલ અમે પક્ષનો આભાર માનીએ છીએ.

Geniben Thakor: સમાજના વિકાસ માટે સ્વનિર્ભરતા પર ભાર

ગેનીબેને જણાવ્યું કે,ઠાકોર સમાજ એટલો મોટો હોવા છતાં સ્વનિર્ભર બનવામાં પાછળ છે. હવે સમય છે કે આપણે પોતાનાં શૈક્ષણિક સંકુલ, શિક્ષણ ફંડ અને સામાજિક સંસ્થાઓ સ્વતંત્ર રીતે ઉભી કરીએ.”તેમણે વધુમાં કહ્યું કે,

દરેક પરિવાર ઓછામાં ઓછા ₹500 સમાજના શિક્ષણ માટે આપે જેથી આપણા દીકરા-દીકરીઓ ભણીને આત્મનિર્ભર બની શકે.

Geniben Thakor:

Geniben Thakor: ‘મૈત્રી કરારનો કાયદો સૌથી ખરાબ’ – ગેનીબેન ઠાકોર

ગેનીબેને ‘મૈત્રી કરાર’ મુદ્દે પણ કડક નિવેદન આપ્યું:

લવ મેરેજ કરતાં પણ ખતરનાક મૈત્રી કરારછે. આ કાયદો સમાજમાં અસંતુલન ફેલાવે છે. ઠાકોર સમાજે નક્કી કરવું પડશે કે આવા કિસ્સાઓમાં એકજૂટ થઈને પગલાં લેવાં જોઈએ, નહીં તો સમાજ વિખેરાઈ જશે.

Geniben Thakor:12 દિવસમાં ઠાકોર સમાજના બે મોટા કાર્યક્રમ

માત્ર 12 દિવસ પહેલાં દિયોદર ખાતે ઠાકોર સમાજનું મહાસ્નેહમિલન યોજાયું હતું, જેમાં ગેનીબેન, સ્વરૂપજી અને અલ્પેશ ઠાકોર ત્રણેય એક મંચ પર હતા. આજે ફરી ચડોતર ખાતે ગેનીબેન અને અલ્પેશ સાથે એક મંચ દેખાયા, જોકે સ્વરૂપજીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.

Geniben Thakor: મુખ્ય મુદ્દાઓ એક નજરે

  • ગેનીબેન ઠાકોરનો આરોપ — મંત્રીમંડળમાં ઠાકોર સમાજને ન્યાય મળ્યો નથી.
  • અલ્પેશ ઠાકોરનો સંદેશ — સમાજ એકતા સાથે આગળ વધે.
  • સ્વરૂપજી ઠાકોર કાર્યક્રમથી ગેરહાજર, અંબાજી કાર્યક્રમમાં હાજરી.
  • દરેક પરિવાર પાસેથી ₹500 શિક્ષણ ફંડ આપવા ગેનીબેનની અપીલ.
  • “મૈત્રી કરાર” કાયદો બદલવા માટે સામાજિક મંચો પર ચર્ચાની જરૂર.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો:

PMJAY Fraud : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો ભંડાફોડ ,રાજ્યની 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી